એપશહેર

14 વર્ષની ઉંમરે લગ્ન, 18 વર્ષે તો મા પણ બની ગઈ સંઘર્ષથી સિદ્ધ કર્યું IPS બનવાનું સપનું

I am Gujarat 26 Jan 2021, 12:41 pm
કેટલાક લોકો બીજાના માટે ઉદાહરણ બને છે અને ઘણાના જીવનને ઉજાગર કરે છે. આઈપીએસ અધિકારી એન.અંબિકા પણ આવું જ વ્યક્તિત્વ છે. તેમનું જીવન ફક્ત યુવાનોને પ્રેરણા જ નથી આપી રહ્યું, પરંતુ એ પણ શીખવે છે કે જીવન પડકારોથી ભરેલું છે. બસ તમારે ઘૂંટણિયે પડવાની જગ્યાએ સામે લડીને આગળ વધવું પડશે અને તમારી મંઝિલ મેળવવી પડશે. હવે આઈપીએસ અંબિકાને મુંબઈની 'લેડી સિંઘમ' તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ વર્ષ 2008 પહેલા તો જાણે આ કોઈ અશક્ય સપના જેવું હતું.
I am Gujarat mumbai lady singham n ambika inspirational story of successful journey to become ips officer
14 વર્ષની ઉંમરે લગ્ન, 18 વર્ષે તો મા પણ બની ગઈ સંઘર્ષથી સિદ્ધ કર્યું IPS બનવાનું સપનું


જ્યારે જોયું IPS બનવાનું સપનું

14 વર્ષની ઉંમરે અંબિકાના લગ્ન થયા હતા અને 18 વર્ષની થઈ ત્યાં સુધીમાં તો તે બે બાળકોની માતા બની ગઈ હતી. તેનો પતિ પોલીસ કોન્સ્ટેબલ હતો. એકવાર તે તેની સાથે પ્રજાસત્તાક દિવસની પોલીસ પરેડ જોવા પહોંચી હતી. તેણે જોયું કે તેના પતિ ઉચ્ચ અધિકારીઓને સલામ કરી રહ્યા છે અને તેમને પૂછ્યું કે આવું શા માટે કર્યું? તે કોણ હતા? જ્યારે પતિએ જાણાવ્યું કે એક IPS અધિકારી છે અને આઈપીએસ બનવા માટે સિવિલ સર્વિસની પરીક્ષા આપવાની છે. જે આઈપીએસ અધિકારી હોય છે તે તમામ પોલીસનો ઉપરી વડો હોય છે. ત્યારે અંબિકાએ પરીક્ષામાં બેસવાની વાત કરી હતી.

જ્યારે ફરી શરું કર્યું ભણવાનું

અંબિકાનો અભ્યાસ તો ઘણા સમયથી છૂટ ગયો હતો અને હવે તે ઘર સંભાળતી હતી. પરંતુ હવે તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે માત્ર પરીક્ષામાં બેસવા પૂરતું જ નહીં પરંતુ તેને પાસ પણ કરવી છે. તેથી તેણે દસમામાં અને બાદમાં ખાનગી કોચિંગમાંથી ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ત્યારબાદ અથાગ મહેનથી આઈપીએસ અધિકારી બનવાનું સ્વપ્ન સાકાર કરી શકી.

પતિએ આપ્યો હતો સાથ

પરંતુ ડિંડીગુલમાં કોઈ કોચિંગ સેન્ટર ન હતું. અંબિકાએ ચેન્નાઈમાં રહેવાનું અને સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. પતિએ તેના નિર્ણયમાં સાથ આપવાનું નક્કી કર્યું. જ્યારે અંબિકા ચેન્નાઈમાં રહેવાની તૈયારી કરી રહી હતી ત્યારે તેનો પતિ નોકરી સાથે બંને બાળકોની સંભાળ લઈ રહ્યો હતો. જોકે અંબિકા માટે આ બધું એટલું સરળ નહોતું.

ત્રણવાર અસફળ થઈ પરીક્ષામાં

અંબિકા પરીક્ષામાં એક નહીં પણ ત્રણ ત્રણવાર નાપાસ થઈ હતી. પરંતુ તેણે આશા ગુમાવી નહીં. જ્યારે તેનો પતિ ઇચ્છતો હતો કે તે ત્રણ અસફળ પ્રયાસ પછી હવે તેની પત્ની પરત ઘરે આવી જાય. જોકે અંબિકા એક છેલ્લો પ્રયાસ કરવા માંગતી હતી. તેનો આ પ્રયાસ સફળ પણ રહ્યો હતો, તેમણે વર્ષ 2008માં પરીક્ષા પાસ કરીને આઈપીએસ અધિકારી બન્યા. તાલીમ પૂરી થયા બાદ તેમને મહારાષ્ટ્રમાં પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. આજે અંબિકા મુંબઈના ઝોન-4ના ડીસીપી છે. અને હા તેઓ મુંબઈના 'લેડી સિંઘમ' તરીકે ઓળખાય છે.

Source: Onmanorama / Youtube

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો