એપશહેર

આવી ગયું પુતિનનું કેલેન્ડર, શર્ટ લેસ અને હાથમાં રાઈફલ સાથે જોવા મળ્યા રશિયાના પ્રેસિડન્ટ

દર વર્ષે રશિયાના પ્રસિડન્ટ વ્લાદિમીર પુતિન એમના ફોટો કેલેન્ડરને લીધે ચર્ચાનો વિષય બની રહે છે

I am Gujarat 23 Dec 2021, 11:09 pm

હાઈલાઈટ્સ:

  • વર્ષ 2022 માટે પુતિન કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે
  • એક ફોટામાં પુતિન રાઇફલ સાથે જોવા મળી રહ્યા છે
  • કેલેન્ડર ફોટોમાં પુતિન શર્ટ લેસ જોવા મળી રહ્યા છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 7
મોસ્કોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુનિત દર વર્ષે એમના ફોટોને લીધે લોકચર્ચાનો વિષય બની રહે છે. ચાર વર્ષ પહેલા પણ એમની આવા જ કેટલાક ફોટા સામે દુનિયા સામે આવ્યા હતા. જેમાં તેઓ શર્ટ લેસ થઇને માછલી પકડતા જોવા મળ્યા હતા. લોકોએ એમના ફોટા પર પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું- પ્રેસિડન્ટનું પદ છોડીને એમણે મોડલિંગ શરૂ કરી દેવું જોઇએ. હવે આ વર્ષના અંતમાં રશિયાના પ્રેસિડન્ટના નવા ફોટા સામે આવ્યા છે. જેમાં તેઓ શર્ટ લેસ જોવા મળી રહ્યા છે.
વર્ષ 2022 માટે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનનું ઓફિશિયલ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં રશિયન પ્રેસિડન્ટના 12 શર્ટ લેસ ફોટા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક ફોટામાં વ્લાદિમીર પુતિન રાઇફલ પકડીને ઉભેલા જોવા મળી રહ્યા છે. આ કેલેન્ડર આઠ ભાષાઓમાં મળશે, જેમાં ઈંગ્લિશ, જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ, ઇતાવલી, ચીની, જાપાની અને રશિયન ભાષાઓ સામેલ છે.

રશિયાના પ્રેસિડન્ટ પુતિનના આ કેલેન્ડરની ઓનલાઇન કિંમત 17.99 યરો (આશરે 1500 રુપિયા) છે. આ કેલેન્ડરમાં પુતિનના ફોટાની મદદથી એમના અંગત જીવન વિશે ખ્યાલ આવે છે. કેલેન્ડરના એક ફોટામાં તેઓ કૂતરાના બે ગલૂડિયા સાથે રમતા જોવા મળી રહ્યા છે. જ્યારરે અને ફોટામાં દીપડાના બચ્ચા સાથે જોવા મળી રહ્યા છે. અન્ય એક ફોટામાં તેઓ આઇસ હોકી રમતા જોવા મળી રહ્યા છે.
બંધ ગેસ પર સૂટ પહેરીને IASએ જમવાનું બનાવવાનો ફોટો કર્યો શેર, લોકોએ લીધો ક્લાસઆ પહેલા 2017માં રશિયાના પ્રેસિડન્ટનો એક ફોટો વાયરલ થયો હતો. જેમાં લીધે મોટો વિવાદ સર્જાયો હતો. આ વિવાદ પણ તેમણે કહ્યું હતું-એમની પાસે છુપાવવા માટે કંઇ નથી. એમનો અન્ય એક ફોટો પણ સામે આવ્યો હતો જેમાં તેઓ શર્ટ લેસ થઇને ઘોડે સવારી કરતાં જોવા મળ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો