એપશહેર

મહિલાએ ડેરી મિલ્ક સાથે કર્યો અત્યાચાર! બેસનમાં પલાળી બનાવ્યા પકોડા, લોકોએ આડેહાથ લીધી

આ વિડિયોમાં એક મહિલા ડેરી મિલ્ક ચોકલેટ સાથે અત્યાચાર કરતી જોવા મળી રહી છે. આ વિડિયોને જોઈ અનેક લોકો ચોકલેટ ખાતા પહેલા અનેક વખત વિચારી રહ્યા છે. ભારે આશ્ચર્યજનક વાત એ છે કે ત્યાં બેઠેલા બે છોકરા ખૂબ જ મોજથી પકોડાનો સ્વાદ માણી રહ્યા છે. જોકે બાદમાં તેણે પણ અલગ પ્રતિક્રિયા આપી હતી

I am Gujarat 28 Sep 2022, 8:08 pm
આજકાલ લોકોને મનમાં એવા તે વિચારો આવે છે કે જેને લીધે તે ખાવાની ફેવરેટ વસ્તુઓનો સત્યાનાશ કરી નાંખે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર પ્રકારના ફૂડ એક્ઝિબિશન વિડિયો જોવા મળી રહ્યા છે. આવો જ એક વિડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે,જેમાં લોકો ખૂબ જ ગુસ્સે ભરાયા છે. આ વિડિયોમાં એક મહિલા ડેરી મિલ્ક ચોકલેટ સાથે અત્યાચાર કરતી જોવા મળે છે. આ વિડિયોને જોઈ અનેક લોકો ચોકલેટ ખાતા પહેલા અનેક વખત વિચાર કરી રહ્યા છે.
I am Gujarat Pakoda
મહિલા ડેરી મિલ્ક ચોકલેટના પકોડા તૈયાર કરી રહી છે


View this post on Instagram A post shared by RJ Rohan (@radiokarohan)

મહિલાએ બનાવી નાંખ્યા ચોકલેટના પકોડા
વિડિયોમાં જોઈ શકાય છે કે મહિલા સ્ટ્રીટ ફૂડ સેલ કરી રહી છે. આ દરમિયાન તેને વળી શું થયુ કે તે ડેરી મિલ્ક ચોકલેટનું રેપર ખોલી તેને બેસન પેસ્ટમાં ડુબોવે છે અને તેલમાં તળીને પકોડા તૈયાર કરી રહી છે. મહિલાને ચોકલેટના પકોડા બનાવતા જોઈને લોકોને ભારે આશ્ચર્ય થયું,સૌથી આશ્ચર્યજનક વાત એ રહી કે ત્યાં બેઠેલા બે છોકરા ખૂબ જ મસ્તીથી આ પકોડાનો સ્વાદ માણી રહ્યા છે. આ વિડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.
ચોકલેટના પકોડા ખાધા બાદ યુવકે આ પ્રકારે પ્રતિક્રિયા આપી
પકોડાનું નામ સાંભળતા જ સૌ કોઈના મોંમાં પાણી આવી જાય છે. બટાકા અને ડૂંગળીના તીખા પકોડા કોઈપણને ખૂબ જ ગમે છે, પણ ચોકલેટના પકોડા જોઈને લોકોને સારું લાગ્યું નથી. આમ જોઈએ તો રસ્તાની બાજુએ એક સ્ટોલ પર એક મહિલા ખાવાપીવાનો સામાન વેચી રહી છે. અહીં મહિલા ડેરી મિલ્ક ચોકલેટને બેસનના બેટરમાં ડુબોવે છે અને ત્યારબાદ ડીપ ફ્રાઈ કરે છે. ત્યારબાદ આ પકોડાની ઉપર થોડો મસાલો નાંખી તેની ઉપર લીલા રંગની ચટણી સાથે સર્વ કરે છે. જ્યારે એક યુવક આ પકોડાની મજા લે છે. આ યુવકે ત્યારબાદ જે પ્રતિક્રિયા આપી તેને જોઈ સૌને ભારે આશ્ચર્ય થયું.

Read Next Story