એપશહેર

બાઈક પર યુવતીએ કર્યો એવો સ્ટન્ટ કે બધા જોતા જ રહી ગયા!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં એક યુવતી બાઈક પર ખતરનાક સ્ટન્ટ કરતી જોવા મળી રહી છે. આ વિડીયો દિલ્હીનો હોવાનું કહેવાઈ રહ્યું છે.

I am Gujarat 14 Oct 2020, 9:59 pm
નવી દિલ્હી: આજકાલ છોકરાઓ જ નહીં, છોકરીઓ પણ બાઈક ચલવાતી જોવા મળે છે. પણ, બાઈક લઈને સ્ટન્ટ કરવામાં આજ સુધી છોકરાઓનું નામ જ બહાર આવતું રહ્યું છે. પણ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં એક યુવતી બાઈક પર સ્ટન્ટ કરતી જોવા મળી છે. આ વિડીયો જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કેમકે, આ યુવતી જેવો સ્ટન્ટ કરી રહી છે, તેમાં જરા પણ ચૂક થાય તો તેનો જીવ જઈ શકે તેમ છે. વિડીયો દિલ્હીનો હોવાનું કહેવાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો લાખો વખત જોવાઈ ચૂક્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, યુવતી આ સ્ટન્ટ વ્યસ્ત રોડ પર કરી રહી છે.
I am Gujarat Girl bike stunt


હકીકતમાં હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર બાઈક પર સ્ટન્ટ કરતી આ યુવતીનો વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. ઘણી સ્પીડમાં બાઈક ચલાવતી આ યુવતી બાઈકને એક પૈડાં પર દોડાવી રહી છે. તો ઘણી વખત બાઈકના પાછળનો ભાગ રોડ સાથે ઘસાઈ પણ રહ્યો છે, જેમાંથી તણખા ઉડી રહ્યા છે. યુવતી જે રીતે ડર્યા વિના આ સ્ટન્ટ કરી રહી છે તેના પરથી એવું જ લાગી રહ્યું છે કે તેને પોતાના જીવની કોઈ ચિંતા નથી.

બાઈક પર સ્ટન્ટ કરતી આ યુવતીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો વિડીયો પર કોમેન્ટ કરી યુવતીને શાબાશી આપી રહ્યા છે, તો ઘણા લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દેશના મોટાભાગના શહેરોમાં મોડી રાત્રે ખાલી રોડ પર આ રીતે સ્ટન્ટ કરતા યંગસ્ટર જોવા મળે છે. આવા સ્ટન્ટ કરતી વખતે ઘણી વખત બાઈકર્સના જીવ પણ ગયા છે. પરંતુ, ફિલ્મોના રવાડે ચડી અને હિરોગીરી દેખાડવા યંગસ્ટર આવા સ્ટન્ટ કરવાનું છોડતા નથી. આવા સ્ટન્ટ કરવા બદલ દંડની પણ જોગવાઈ છે. વળી, આવા સ્ટન્ટ કરનારા પોતાના જીવને તો જોખમમાં મૂકે જ છે, સાથે જ તે બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. જોકે, આ યુવતીએ જે રીતે સ્ટન્ટ કરી રહી છે, તે જોતાં તે આવા સ્ટન્ટ કરનારા કોઈ પ્રોફેશનલ ગ્રુપની સભ્ય હોય અને ટ્રેઈન હોય તેવું લાગી રહ્યું છે. આ યુવતી વિશે હજુ વધુ કોઈ વિગતો બહાર આવી નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો