એપશહેર

લગ્નમાં અચાનક પડવા લાગ્યો વરસાદ, લોકોએ ગાદલાઓથી ગજબ જુગાડ કરી લીધો, Video વાયરલ

Indian Wedding Viral Video: આ વાયરલ વિડીયો એક એવા લગ્નનો છે, જેમાં વરસાદે બધો ખેલ બગાડી દીધો. પરંતુ, મહેમાનોએ વરસાદનો જે રીતે મુકાબલો કર્યો, એ જોઈને પબ્લિક તેમની ફેન થઈ ગઈ! તમે પણ વિચારતા હશો કે, આખરે મહેમાનોએ એવું તે શું કર્યું? તો તમે આ વિડીયો જોઈ લો અને જાણી લો કે દેસી જુગાડ કેમ આટલો વાયરલ થયો છે.

Edited byવિપુલ પટેલ | I am Gujarat 16 May 2023, 11:02 pm
ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ સ્ક્રોલ કરવા દરમિયાન લગ્નના ઢગલાબંધ વિડીયો જોવા મળી જાય છે. તેમાંથી કેટલાક હસાવે છે તો કેટલાક ઈમોશનલ કરી દે છે. તો, કેટલાક આશ્ચર્યમાં મૂકી દે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક લગ્નનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ઘણો ચર્ચામાં છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, લગ્નમાં જમણવાર ચાલી રહ્યો હતો, એ સમયે જ વરસાદ તૂટી પડે છે અને પછી લગ્નમાં આવેલા મહેમાનોએ જે જુગાડ કર્યો તે ઘણો અનોખો હતો. એ જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ તો એ લોકોના ફેન થઈ ગયા! તમે પણ વિચારી રહ્યા હશો કે, મહેમાનોએ એવું તે શું કર્યું? તો આ વિડીયો જ જોઈ લો અને જાણી લો કે દેસી જુગાડ કેમ આટલો વાયરલ થઈ રહ્યો છે.
I am Gujarat Marriage funny video viral
લગ્નમાં જમણવાર સમયે જ વરસાદ પડતાં મહેમાનોએ જબરું મગજ દોડાવ્યું.


હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

ગાદલાનો આવો ઉપયોગ તમે ક્યાંય જોયો છે?
View this post on Instagram A post shared by @avi_kumawat_88

આ વાયરલ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે, લગ્ન સ્થળે જમણવાર ચાલી રહ્યો છે, ત્યારે જ વરસાદ પડવાનો શરૂ થઈ જાય છે. લગ્નના મંડપમાંથી પાણી પડવાનું શરૂ થઈ જાય છે. પરંતુ, મહેમાનો ખાવાનું છોડીને નથી ભાગતા. એ લોકો તો નાના-નાના ગ્રુપમાં વહેંચાઈ જાય છે અને ત્યાં લગ્નમાં પાથરેલા ગાદલાઓેને પોતાની છત બનાવી લે છે અને ખાવાનું ચાલુ રાખે છે. એ જ કારણ છે કે, આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે.

ગમે તે થાય ખાવાનું નહીં છોડીએ... આ વિડીયોને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @avi_kumawat_88એ પોસ્ટ કર્યો હતો, જેને અત્યાર સુધીમાં 70 લાખથી વધુ વ્યુઝ અને 3 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. એટલું જ નહીં, તમામ યૂઝર્સે તેના પર પોતાના દિલની વાત પણ લખી છે. જેમ કે, એક યૂઝર્સે લખ્યું કે- ભલે ગમે તે થાય, ખાવાનું નહીં છોડીએ. બીજાએ લખ્યું કે, જહાં ચાહ વહાં રાહ. તો, કેટલાક યૂઝર્સે કહ્યું કે, આ લોકોએ બરાબર મગજ દોડાવ્યું, નહીં તો ખાવાનું વેસ્ટ થઈ જાત. તો, આ વિડીયો પર તમારું શું કહેવું છે. કોમેન્ટ કરીને જણાવજો.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો