એપશહેર

Shocking! વધુ પડતા ડિયોડ્રન્ટના ઉપયોગને કારણે 13 વર્ષના બાળકનું મોત

Hitesh Mori | I am Gujarat 19 Oct 2019, 7:10 pm
પરફ્યૂમ અને ડિયોડ્રન્ટનો આજની તારીખે દરેક ઘરમાં ઉપયોગ થાય છે. એક એવી પ્રોડક્ટ જેની સુગંધ આપણને દિવસભર ફ્રેશ રાખે છે. ભારે ઉત્સાહ સાથે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ એક ઘટના એવી બની કે આ ડિયોડ્રન્ટને કારણે 13 વર્ષના બાળકનું મોત નિપજ્યું. આ ઘટના ઈંગ્લેન્ડના નોરફોલ્કની છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ આ વાતની પૃષ્ટિ કરવામાં આવી કે બાળકનું મોત વધુ પડતી માત્રામાં ડિયોડ્રન્ટ સૂંઘવાને કારણે થયું છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો જેક વૈપલની માતા સુઝલ વૈપલ જણાવે છે કે તેને એ વાત ધ્યાનમાં આવી હતી કે તેમનો પુત્ર ડિયોડ્રન્ટ સૂંઘે છે. તે કહે છે કે, ‘મારા વોર્ડરોબમાંથી ડિયોડ્રન્ટની બોટલ ગુમ થતી હતી. ઘણી વખત ડિયોડ્રન્ટ જલદી ખતમ થઈ જતા હતા. આ અંગે મેં જેકને પુછ્યું તો તેણે વિશ્વાસ અપાવ્યો કે તે હવે આવું નહીં કરે.’ ‘મેટ્રો યૂકે’ના સમાચાર મુજબ, જેકે પોતાની માતાના કહ્યું હતું કે જ્યારે તે બહાર જાય છે, તો તેની યાદ બહું આવે છે. એવામાં તેની માતા જે ડિયોડ્રન્ટ ઉપયોગ કરતી હતી તેને તે સુંઘતો હતો. ગત મહિને સુઝન જ્યારે પોતાના પુત્રના રૂમમાં પહોંચી તો જેક બેભાન પડ્યો હતો. સુઝનને જેકના બેડ પર ડિયોડ્રન્ટનું કેન પણ મળ્યું. માતા-પિતા તેને તુરંત હોસ્પિટલ લઈ ગયા, પરંતુ જેક દુનિયાને છોડી ચૂક્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાંએ વાત સામે આવી કે જેકનું મોત વધુ પડતી માત્રામાં એરોસોલ સૂંઘવાને કારણે થયું છે. પેથોલોસિજિસ્ટ જણાવે છે કે જેકના ફેફસાંમાં અન્ય કોઈ ગેસ મળ્યો નથી. તપાસ કરી રહેલા અધિકારી બ્લેક જણાવ્યું કે, ‘એરોસોલ જેકના ફેફસાં સુધી પહોંચી ગયો. તેનાથી હ્રદયને ઝાટકો લાગ્યો અને શ્વાસ લેવાની તકલીફ પહોંચી. જેકના મૃત્યુનું કારણ દુર્ભાગ્યપૂર્ણ છે.’

Read Next Story