એપશહેર

ટીચરે મોબાઈલ જપ્ત કરી લેતા 14 વર્ષીય વિદ્યાર્થિનીએ સ્કૂલમાં લગાવી આગ, 20નાં મોત

14 વર્ષીય છોકરી પર તેની સ્કૂલે આરોપ લગાવ્યો છે કે, તેને સ્કૂલમાં આગ લગાવી હતી અને આગને કારણે 20 લોકોના મોત થયા છે. જાણવા મળી રહ્યું છે કે, ટીચરે ફોન જપ્ત કરતા આ વિદ્યાર્થિની નારાજ હતી. ઘટનાની પહેલા આ વિદ્યાર્થિનીએ સ્કૂલને આગ લગાવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલો સાઉથ અમેરિકાના ગુયાના(Guyana)નો છે.

Edited byમિહિર સોલંકી | I am Gujarat 26 May 2023, 6:19 pm
સાઉથ અમેરિકામાં આવેલા ગુયાનામાં સોમવારે રાત્રે મહદિયા સેકેંડરી સ્કૂલ (Mahdia Secondary School)ની ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે સ્કૂલને પણ ચપેટમાં લઈ લીધી હતી. સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ આગને કારણે ફસાઈ ગયા હતા. આગને પગલે તત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલવવામાં આવી હતી. પરંતુ જ્યાં સુધી આગ ઓલવાય ત્યાં સુધી 20 લોકોનાં મોત થઈ ચૂક્યા હતા.
I am Gujarat આગમાં 20 લોકોનાં મોત
આગમાં 20 લોકોનાં મોત


આ ઘટના રાજધાની જ્યોર્જ ટાઉનથી લગભગ 200 મીલ દૂર આવેલા સેન્ટ્રલ ગુયાના માઈનિંગ ટાઉનની છે. જ્યારે આ સમગ્ર મામલે પોલીસે ખુલાસો કર્યો ત્યારે આગ લગાવનાર કોઈ અન્ય નહીં પણ સ્કૂલની વિદ્યાર્થિની જ હતી. આ વિદ્યાર્થિનીનો ફોન ટીચરે જપ્ત કરી લીધો હતો, જેથી આ વિદ્યાર્થિની નારાજ હતા. ગુસ્સામાંને ગુસ્સામાં આ વિદ્યાર્થિનીએ આ ભયંકર પગલુ ઉઠાવી લીધુ હતુ અને આગ લગાવનાર વિદ્યાર્થિની પણ આગમાં ફસાઈ ગઈ હતી.

સમગ્ર મામલે પોલીસે જણાવ્યુ હતુ કે, આરોપી વિદ્યાર્થિનીએ આગ એ કારણે લગાવી હતી કારણ કે, સ્કૂલ તંત્ર દ્વારા તેનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. હકિક્તમાં, સ્કૂલ તંત્રને જાણકારી થઈ ગઈ હતી કે, વિદ્યાર્થિની મોટી ઉંમરના વ્યક્તિ સાથે સંપર્કમાં છે, જેના કારણે તેના પર આ એક્શન લેવામાં આવ્યુ હતું. ગુયાનાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેરાલ્ડ ગૌવિયાએ જણાવ્યુ હતુ કે, આરોપી વિદ્યાર્થિનીની ઉંમર 14 વર્ષ છે, જ્યારે તેનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો ત્યારે તેણે ધમકી આપી હતી કે, તે ગર્લ્સ હોસ્ટેલને આગ લગાવી દેશે.

આગને કારણે આ વિદ્યાર્થિની પણ દાઝી ગઈ હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે અને તેની પૂછપરછ કરવામાં આે. જ્યારે હોસ્પિટલમાં ભરતી 9 લોકોની હાલ પણ ગંભીર છે. આ ઘટના બાદ અમેરિકા જેવા દેશોએ ગુયાનાને મદદ મોકલી છે. અમેરિકાએ DNAની ઓળખ માટે ફોરેન્સિક ટીમ મોકલવાની વાત કરી છે. આગને કારણે મૃત્યુ પામેલામાં મોટાભાગે 12થી 14 વર્ષની છોકરીઓએ જ છે. કેટલાક લોકો હોસ્ટેલની દિવાલ તોડીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.ે
લેખક વિશે
મિહિર સોલંકી
મિહિર સોલંકી છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઈન ડેવલોપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે અને દિવ્યભાસ્કર, મંતવ્ય ન્યૂઝ, ગુજરાત ફર્સ્ટ અને વીટીવી ન્યૂઝ સાથે તેમણે અગાઉ કામ કર્યું છે.... વધુ વાંચો

Read Next Story