એપશહેર

બાળકોને ભૂલથી આપી દીધી બીજી દવા, શરીર પર થઈ વિચિત્ર અસર

20 જેટલા બાળકોને પેટની તકલીફ હતી પરંતુ પેટની દવાના બદલે તેમને બીજી દવા આપવામાં આવી હતી

I am Gujarat 2 Dec 2020, 7:59 pm
સ્પેનમાં 20 જેટલા બાળકોને ભૂલથી બીજી દવા આપી દેતા તેમના શરીર પર વિચિત્ર અસર થઈ હતી. આ બાળકોને પેટમાં તકલીફ હતી પરંતુ તેના બદલે તેમને વાળ ઉગવાની દવા આપી દેવામાં આવી હતી જેના કારણે આ બાળકોના સમગ્ર શરીર પર વાળ ઊગી ગયા છે. ઉત્તર સ્પેન વિસ્તારના કેન્ટાબ્રિયાના ટોરેલાવેગા શહેરમાં નાના બાળકોના આખા શરીર પર વાળ આવી ગયા છે. ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે સ્થાનિક અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે આ બાળકોને ગેસ્ટ્રિક રિફ્લક્સની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી ઓમેપ્રાઝોલ દવાના બદલે ભૂલથી વાળ ઉગાડવાની મિનોક્સિડિલ દવા આપી દેવામાં આવી હતી.
I am Gujarat 20 children sprout hair all over their bodies after they were mistakenly given hair restorer
બાળકોને ભૂલથી આપી દીધી બીજી દવા, શરીર પર થઈ વિચિત્ર અસર


ભૂલથી અલગ લેબલની દવાઓ દવાની દુકાનો પહોંચી ગઈ

સીરપ પર ખોટુ લેબલ લાગેલી દવાઓ ગ્રેનેડા, કેન્ટાબ્રિયા અને વેલેન્સિયાની દવાની દુકાનોમાં આપવામાં આવી હતી. જ્યાં કેમિસ્ટ પેટની સમસ્યા માટે આ દવા આપી રહ્યા છે. બાળકોને થયેલી વિચિત્ર અસરના કારણે તેમના માતા-પિતા ઘણા રોષે ભરાયા હતા અને બાદમાં ખ્યાલ આવ્યું કે એન્ડાલુસિયા અને વેલેન્સિયામાં 20 જેટલા બાળકોને આ સમસ્યા થઈ છે.

સારવાર છતાં બાળકોના વાળ ફરીથી આવી જાય છે

આ મોટી ભૂલના બે વર્ષ બાદ કેટલાક બાળકોના પરિવારોએ વાળ ફરીથી ન ઉગે તે માટે સારવાર કરાવી હતી પરંતુ તેમ છતાં તેમના બાળકોના શરીર પર ફરીથી વાળ ઉગી રહ્યા છે. જેના કારણે તેઓ હવે વળતરની માંગણી કરી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટાના જણાવ્યા પ્રમાણે, બાળકોના પરિવારોએ વકિલ જેવિયર ડિયાઝ એપારિસિઓ દ્વારા સત્તાવાળ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સત્તાવાળાઓએ શોધી કાઢ્યું હતું કે આ ભૂલ ગત વર્ષે જૂલાઈના અંતમાં થઈ હતી.

સત્તાવાળાઓને બે મહિના બાદ ભૂલનો ખ્યાલ આવ્યો

સત્તાવાળાઓને બે મહિના બાદ ખ્યાલ આવ્યો કે આમાં ભૂલથી અલગ લેબલ લગાવવામાં આવ્યું છે જેના કારણે જે લેબોરેટરીમાં લેબલ લગાવવામાં આવે છે તેને બંધ કરી દેવામાં આવી છે અને તમામ દવાઓ પાછી માંગવામાં આવી છે. એક બાળકની માતાએ જણાવ્યું હતું કે, આ દવાના પરિક્ષણ માટે બે મહિનાનો સમય કેમ થયો? અમને કંઈ કહેવામાં આવ્યું ન હતું. હું ઘણી ગુસ્સે છું અને ડરી ગઈ છું. તેમણે ઉમેર્યું હતું કે તેમની પુત્રીને દવાનો હાઈ ડોઝ આપવામાં આવ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો