એપશહેર

ઘરમાં લાગી આગ, છ વર્ષની બાળકીએ આ રીતે પરિવારને બચાવ્યો

Shailesh Thakkar | I am Gujarat 21 Jan 2020, 8:05 pm

બહાદુર બાળકીની ચારેબાજુ પ્રશંસા

સોશિયલ મીડિયા પર લોકો એક બહાદુર બાળકીની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે. આ કિસ્સો અમેરિકાના ન્યૂ જર્સીનો છે. અહીં એક 6 વર્ષની બાળકીએ ઘરમાં આગ લાગવા અંગે પિતાને સમયસર સૂચના આપી, જેના પછી બધા લોકો ઘરમાંથી સુરક્ષિત નીકળી શકે. આ સમગ્ર ઘટનાને ‘એનેવેલ ફાયર ડિપાર્ટમેન્ટ’એ પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે. તેમણે બાળકીને ‘હીરો’નું ટાઈટલ આપ્યું છે. જોકે, આ દુર્ઘટનામાં પરિવારનું ઘર અંદરથી બળી ગયું, જેના કારણે તેમને હોટલમાં રહેવું પડી રહ્યું છે.

હીરો છે આ છોકરી

પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું કે, ‘આ બાળકોને તમે જોઈ રહ્યાં છો. તેનું નામ મેડલિન કાર્લબોન છે. તે અમારા પૂર્વ ફાયર ફાઈટર સાથી કાર્લબોનની દીકરી છે, જે માત્ર 6 વર્ષની છે. તે સ્મૉક ડિટેક્ટરનો અવાજ સાંભળી જાગી. તેણે ધૂમાડો જોયો અને તરત પોતાના પિતાને જગાડવા માટે ભાગી. તેણે આગ વિશે જણાવ્યું અને નિડર થઈને સ્થિતિનો સામનો કર્યો. આમાં મહત્વનું યોગદાન તેના પિતાનું છે, જેણે દીકરીને આવી પરિસ્થિતિઓથી નિપટવાની શિખામણ આપી. અસલમાં તે ખૂબ સમજદાર છોકરી છે. તેની બહાદુરી અને સમજણે આગને વિકરાળ સ્વરૂપ લેતા પહેલા તમામને ઘરમાંથી સુરક્ષિત કાઢવામાં આવ્યા. એનેવેલ ફાયર ડિપાર્ટમેન્ટને તારા પર ગર્વ છે. તું હીરો છે મેડલિન!’

અંદરથી પૂરી રીતે બળી ગયું ઘર

પોતાની બીજી પોસ્ટમાં તેમણે જણાવ્યું, ‘સવારે આશરે 2:17 મિનિટે પર ‘એનેવેલ ફાયર ડિપાર્ટમેન્ટ’ની ટીમ એક ઘરની આગ બુઝાવવા માટે નીકળી. ત્યાં પહોંચીને ખબર પડી કે, તે ઘર અમારા પૂર્વ જિમ્મી કાર્નબોલનું હતું. તેમના બે બાળકો છે. એકનું નામ મેડલિન છે જે 6 વર્ષની છે અને હન્ટર હજુ 2 વર્ષનો છે. બધા ભાગ્યશાળી રહ્યાં કે, સમયસર ઘરમાંથી બહાર નીકળી ગયા પણ તેમ છતાં ઘરમાં રહેલો તમામ સામાન સળગી ગયો. અત્યારે આ ઘર રહેવાલાયક રહ્યું નથી. જરૂરી કામ પૂરું થયા બાદ તેઓ અહીં શિફ્ટ થશે. અત્યારે તે હોટલમાં રહે છે.’

લોકોએ કરી પ્રશંસા

ઘટના વિશે એનેવેલ ફાયર ડિપાર્ટમેન્ટે ફેસબુક પોસ્ટ કરી જણાવ્યું. આ પોસ્ટ વાચ્યા બાદ ઘણા લોકો આ બાળકીની પ્રશંસા કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે, તે પોતાના પિતાની જેમ એક હીરો છે જ્યારે અન્ય લોકો મેડલિનને એવોર્ડ આપવાની વાત કરી રહ્યાં છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો