એપશહેર

OMG! 9મું પાસ પાઈલટ સરકારી પ્લેન ઉડાવી રહ્યા હતા, કોઈને ખબર જ નહોતી

Yogesh Gajjar | I am Gujarat 31 Dec 2018, 10:40 am
I am Gujarat 9th standard pass became pilot in pakistan
OMG! 9મું પાસ પાઈલટ સરકારી પ્લેન ઉડાવી રહ્યા હતા, કોઈને ખબર જ નહોતી


9મું પાસ બની ગયા પાઈલટ

લાહોરઃ પાકિસ્તાનની રાષ્ટ્રીય વિમાન કંપનીએ સાત પાઈલટો સહિત 50થી વધારે કર્મચારીઓના કરાર રદ કરી નાખ્યા છે. આ બધા નકલી ડિગ્રી રાખવામાં દોષી સાબિત થયા છે. નકલી ડિગ્રીઓ અને સર્ટિફિકેટ સાથે પાઈલટો અને કેબિન સદસ્યો સામે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે કાર્યવાહીને ધ્યાનમાં રાખીને નિર્દેશ જારી કર્યા છે.

નકલી ડિગ્રી ધરાવતા કર્મચારીઓ કરાયા સસ્પેન્ડ

પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓની તેમની ડિગ્રીઓ નકલી હતી.

400થી વધુ કર્મચારીઓની ડિગ્રીની તપાસ

પીઆઈએના પ્રવક્તા મસહૂદ તજવરે કહ્યું કે નકલી ડિગ્રીઓ રાખનારા તમારા કર્મચારીઓના મામલે તપાસ શરૂ કરી દેવાઈ છે. CAAએ કહ્યું કે પીઆઈએના 400 કર્મચારીઓની ડિગ્રીઓની પણ તપાસ ચાલી રહી છે. હાલમાં સત્તાધીશોએ એવા તમામ પાઈલટ અને ક્રૂ મેમ્બર્સને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે જેમણે હજુ સુધી પોતાની ડિગ્રીઓ તથા સર્ટિફિકેટ જમા કરાવ્યા નથી.

5 પાઈલટ માત્ર 9મું ધોરણ પાસ હતા

પાકિસ્તાની ન્યુઝ પેપરની રિપોર્ટ મુજબ CAAએ આ મામલે સુપ્રીમ કોર્ટની બેન્ચને જણાવ્યું કે પીઆઈએના 7 પાઈલટની ડિગ્રીઓ નકલી મળી આવી છે અને તેમાંથી પાચે તો દસમું ધોરણ પણ પાસ નથી કર્યું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો