એપશહેર

રમતાં-રમતાં બારીની જાળીમાં ફસાઈ ગયું 4 વર્ષનું બાળક, ભારે જહેમત બાદ કરાયું રેસ્ક્યૂ

મિત્તલ ઘડિયા | I am Gujarat 10 Oct 2019, 12:07 pm
નાના બાળકોને બારીએથી લટકી-લટકીને નીચે જોવાની આદત હોય છે, તેમની આવી આદત માટે તેમને મમ્મી ટપારે તો પણ થોડો ટાઈમ શાંતિથી બેસે અને ફરીથી હતા એવા ને એવા. પણ બાળકોની આવી આદત ક્યારેક તેમના જીવને પણ જોખમમાં મુકી શકે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: વાત છે, પૂર્વ ચીનના શઆનદોંગમાં આવેલા લિન્યાઈ શહેરની જ્યાં એક ચાર વર્ષનું બાળક બારી બહાર લગાવેલી જાળીમાં ફસાઈ ગયું. બાળક ત્યાં સુધી ફસાયેલું રહ્યું જ્યાં સુધી ફાયર ફાઈટર્સ તેની મદદે આવ્યા નહીં. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક ન્યૂઝચેનલના રિપોર્ટ પ્રમાણે, ગત સોમવારે બપોરે બાળક બારી બહાર લગાવેલી જાળી પર ચડી ગયો અને ચાલવા લાગ્યો. આ દરમિયાન તેનો પગ અને માથું રેલિંગની વચ્ચે ફસાઈ ગયું. બાળકના માતા-પિતા તો ઘરે હતા નહીં. જો કે તેનો રડવાનો અવાજ સાંભળી તેના દાદા-દાદી જાગી ગયા અને તરત જ મદદ માટે ફાયર ફાઈટર્સને બોલાવ્યા. સૌથી પહેલા ફાયર ફાઈટર્સે બાળકની છાતી પર દોરડું બાંધ્યું જેથી તે રેલિંગથી નીચે ન પડી જાય. બાદમાં હાઈડ્રોલિક સ્પ્રેડરની મદદથી રેલિંગ પહોળી કકરવામાં આવી અને બાળકને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાયો. બાળકનો જીવ બચી જતાં તેના પરિવારને પણ હાશકારો થયો હતો.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો