એપશહેર

ડોનાલ્ડ ટ્રમ્પનો ઈલાજ થયો હતો તેવી દવાનું પરીક્ષણ ત્રીજા તબક્કામાં રોકવામાં આવ્યું

એન્ટબોડીઝ દવા બનાવતી અમેરિકન કંપની Eli Lillyએ પોતાની કોરોના દવાની ટ્રાયલ સુરક્ષાના કારણોસર અચાનક રોકી દીધી.

Agencies 14 Oct 2020, 11:59 am
અમેરિકન દવા નિર્માતા કંપની Eli Lillyએ કોરોના વાયરસ એન્ટીબોડી દવાનું પરીક્ષણ બંધ કરી દીધું છે. સુરક્ષા કારણોસર આ ટ્રાયલ અટકાવવામાં આવ્યું છે. જોકે, ટ્રાયલ દરમિયાન શું જોખમ આવ્યું છે તેન અંગે કંપનીએ કોઈ જાણકારી આપી નથી. આ ઉપરાંત એન્ટિબોડી દવાના પરીક્ષણ દરમિયાન કેટલા સ્વયંસેવકો પર તેની અસર થઈ છે તે અંગે પણ કંપનીએ કોઈ માહિતી આપી નથી. કંપનીના સેફ્ટી મોનિટરિંગ બોર્ડે પરીક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. Eli Lilly એવા જ પ્રકારની એન્ટિબોડીઝ થેરાપી દવા બનાવવા પર કામ કરી રહી છે જેવો ઈલાજ Regeneronએ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો હતો. કંપનીના પરીક્ષણને સરકાર પાસેથી ભંડોળ પણ મળી રહ્યું હતું.
I am Gujarat after johnson johnson one more covid 19 trial paused over safety reason
ડોનાલ્ડ ટ્રમ્પનો ઈલાજ થયો હતો તેવી દવાનું પરીક્ષણ ત્રીજા તબક્કામાં રોકવામાં આવ્યું



કઈ દવાનું પરીક્ષણ રોક્યું ખબર નથી

જેનું પરીક્ષણ બંધ કરવામાં આવ્યું છે તે દવા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવી રહી હતી. કંપનીએ FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) પાસે તેણે પોતાની એક દવા LY-CoV555 ઇમરજન્સીમાં વાપરવાની મંજૂરી માંગી હતી. તે અસ્પષ્ટ નથી કે ટ્રાયલ આ દવાની હાથ ધરવામાં આવી હતી કે બીજી દવા LY-CoV016ની, જોકે મહત્વનું છે કે કોઈ પરીક્ષણને અટકાવવા પાછળ તેનાથી કોઈ અન્ય રોગ ઉત્પન્ન થાય છે તેવું નથી હોતું.

એક દવામાં દેખાઈ સાઇડ ઇફેક્ટ

કંપનીએ તાજેતરમાં તેની બે એન્ટિબોડીઝ દવાઓના સંયોજનના પરીક્ષણનો ડેટા પ્રકાશિત કર્યો હતો. આ ઉપરાંત એક એન્ટિબોડી દવાની મોનોથેરાપીના પરીક્ષણના પરિણામો પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. LY-CoV555ના પરિણામોમાં કંપનીએ જણાવ્યું હતું કે લોકો પર તેના થોડાં જુદાં જુદાં રિએક્શન જોવા મળ્યાં હતાં, જેમાંથી ફક્ત બે જ એલર્જિક રિએક્શન હોવાનું નોંધાયું છે. જો કે બધા દર્દીઓ સ્વસ્થ પણ થયા હતા.

Regeneron જેવી છે Lillyની દવા

ટ્રમ્પને આપવામાં આવેલી પ્રાયોગિક એન્ટિબોડી દવા કોવિડ -19 ઇન્ફેક્શન સામે લડવાની સૌથી અસરકારક દવાઓ માનવામાં આવે છે. તેનું ઉત્પાદન કરતી Regeneron Pharmaceuticals Inc કહે છે કે કંપનીએ IV દ્વારા વિશેષ જોગવાઈઓ હેઠળ ટ્રમ્પને આ દવાનો એક ડોઝ આપ્યો હતો. હકીકતમાં તો આ દવા પર હજુ અભ્યાસ ચાલુ છે પરંતુ તેને કટોકટીમાં વાપરવાની મંજૂરી આપવામાં આવી છે. તેનો ઉપયોગ ચેપને રોકવા અને સારવાર માટે કરવામાં આવે છે.

જોનસન એન્ડ જોનસનની વેક્સીનનું પરીક્ષણ પણ અટક્યું

અમેરિકાની પ્રખ્યાત જ્હોનસન એન્ડ જહોનસન કંપનીની કોરોના વાયરસ રસીનું ત્રીજા તબક્કામાં પરીક્ષણ બંધ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણમાં સામેલ એક સ્વયંસેવકમાં કોઈ 'અજાણ્યા રોગ'ના લક્ષણ દેખાયા બાદ આ પરીક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપનીનો પ્રયાસ હતો કે ટ્રાયલમાં લગભગ 60,000 સ્વયંસેવકોને સમાવવામાં આવે. મહત્વનું છે કે, કંપનીએ દાવો કર્યો હતો કે તેની રસીનો માત્ર એક ડોઝ કોરોના વાયરસ પર અસરકારક સાબિત થઈ શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો