એપશહેર

તાન્ઝાનિયામાં એરપોર્ટ નજીક તળાવમાં ક્રેશ થયું પેસેન્જર વિમાન, 43 મુસાફરો હતા સવાર

વિમાનમાં 39 મુસાફરો, બે પાઇલટ, બે કેબિન ક્રૂ સહિત 43 લોકો સવાર હતા. વિમાને દેશની આર્થિક રાજધાની દાર એસ સલામથી ઉડાન ભરી હતી. તેમણે માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 26 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તે તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાન્ઝાનિયાના સોશિયલ મીડિયા પર ઘટનાના કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે.

Edited byદીપક ભાટી | Navbharat Times 6 Nov 2022, 7:04 pm
તાન્ઝાનિયામાં વિમાન ક્રેશ દુર્ઘટના સામે આવી છે. અહીંના વિક્ટોરિયા તળાવમાં 43 લોકોને લઈને જતું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. ઉત્તર-પશ્ચિમ શહેર બુકોબામાં લેન્ડિંગના થોડા સમય પહેલા જ જહાજ ક્રેશ થયું હતું. લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. સ્થાનિક પોલીસે આ અંગે માહિતી આપી છે. પ્રાદેશિક પોલીસ કમાન્ડર વિલિયમ મવામ્પાઘલે બુકોબા એરપોર્ટ પર મીડિયાને જણાવ્યું કે, 'એક પ્રિસિઝન એર પ્લેન ક્રેશ થયું છે. વિમાન એરપોર્ટથી લગભગ 100 મીટરના અંતરે પાણીમાં તૂટી પડ્યું હતું.
I am Gujarat Plane Crash
બચાવ કામગીરી ચાલુ


પ્રાદેશિક કમિશનર આલ્બર્ટ ચાલમિલાએ જણાવ્યું હતું કે 39 મુસાફરો, બે પાઇલટ, બે કેબિન ક્રૂ સહિત 43 લોકો વિમાનમાં સવાર હતા. વિમાને દેશની આર્થિક રાજધાની દાર એસ સલામથી ઉડાન ભરી હતી. તેમણે માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 26 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તે તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાન્ઝાનિયાના સોશિયલ મીડિયા પર જે વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકો બોટ દ્વારા પ્લેનની નજીક આવીને બચાવ કામગીરી કરી રહ્યા છે.

વિમાન પાણીમાં ડૂબી ગયું
પ્રિસિઝન એર એ તાન્ઝાનિયાની સૌથી મોટી ખાનગી એરલાઇન કંપની છે. એરલાઇન કંપનીએ એક નિવેદન જારી કરીને પ્લેન ક્રેશની પુષ્ટિ કરી છે. એરલાઈને કહ્યું, 'બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. બાકીની માહિતી હવે પછી જાહેર કરવામાં આવશે. સ્થાનિક મીડિયા પર ફરતા વીડિયો ફૂટેજમાં જહાજ મોટા પ્રમાણમાં ડૂબી ગયેલું જોવા મળી રહ્યું છે. ક્રેન સાથે દોરડું બાંધીને વિમાનને ઉપર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પાંચ વર્ષ પહેલા પણ થયો હતો અકસ્માતતાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સુલુહુ હસને અકસ્માતથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું, 'જ્યાં સુધી બચાવ કાર્ય ચાલુ છે ત્યાં સુધી શાંતિ જાળવી રાખો. અમે ભગવાનને મદદ માટે પ્રાર્થના કરીએ છીએ.' પ્રિસિઝન એર આંશિક રીતે કેન્યા એરવેઝની માલિકીની છે. આ કંપનીની સ્થાપના 1993માં થઈ હતી. પાંચ વર્ષ પહેલા તાન્ઝાનિયામાં પ્રથમ વિમાન દુર્ઘટના જોવા મળી હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો