એપશહેર

અમેરિકાએ યુક્રેનમાં મોકલી સેંકડો મિસાઈલ, દરેક ઉપર લખ્યું પુતિનનું નામ

અમેરિકા દ્વારા યુક્રેનને સતત મોટી માત્રામાં હથિયારો મોકલવામાં આવી રહ્યા છે. આ વખતે અમેરિકાએ મોટી સંખ્યામાં જેવલિન અને સ્ટિંગર મિસાઈલ યુક્રેનાં મોકલી છે.

I am Gujarat 27 Jan 2022, 4:43 pm

હાઈલાઈટ્સ:

  • અમેરિકાએ 50 મિલિયન ડોલરની 300 જેવલિન મિસાઈલ યુક્રેન મોકલી
  • અમેરિકા પહેલાં જ 60 કરોડ ડોલરના હથિયાર યુક્રેનને આપી ચૂક્યું છે
  • બાઈડેને ચેતવણી આપી છે કે જો રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat america missile
યુક્રેન મામલે હવે રશિયા અને અમેરિકા સામ-સામે આવી ગયા છે. એકબાજુ રશિયા યુક્રેન પર આક્રમણ કરવાની તમામ તૈયારીઓ કરી ચૂક્યું છે. તો બીજી બાજુ અમેરિકા પણ યુક્રેનની મદદ માટે આગળ આવી મોટી સંખ્યામાં હથિયારો મોકલી રહ્યું છે. આ વચ્ચે હવે ખબર સામે આવી છે કે, અમેરિકાએ સેંકડો જેવલિન અને સ્ટિંગર મિસાઈલ યુક્રેનને આપી છે, અને આ તમામ મિસાઈલ ઉપર રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનનું નામ લખેલું છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ આ મિસાઈલ એવા સમયે મોકલી છે, જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેને રશિયાના પ્રેસિડેન્ટ પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપી છે. એટલું જ નહીં બાઈડેને એ પણ ચેતવણી આપી છે કે જો રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. અમેરિકાના રક્ષા મંત્રાલય તરફથી શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે અમેરિકાના સૈનિક બાઈડનના ગૃહ રાજ્ય ડેલાવરથી મિસાઈલો યુક્રેન માટે રવાના કરવામાં આવી રહી છે.
રશિયા સાથે જંગના એંધાણ વચ્ચે સરકારે યુક્રેનમાં રહેતાં ભારતીયોને આપી જરૂરી સૂચના
અમેરિકા પહેલાં જ 60 કરોડ ડોલરના હથિયાર યુક્રેનને આપી ચૂક્યું છે. રશિયાને જોરદાર જવાબ આપવા માટે અમેરિકા યુક્રેનને એર ડિફેન્સ સિસ્ટમ પણ આપવા જઈ રહ્યું છે. બાઈડેને જાહેરાત કરી છે કે સંકટના આ સમયમાં અમેરિકા યુક્રેનની સાથે ઉભું છે. તમને જણાવી દઈએ કે, રશિયા અને યુક્રેનમાં યુદ્ધના વધતાં ખતરાને જોતાં અમેરિકા એક્શનમાં આવી ગયું છે. અમેરિકાએ મંગળવારે 300 એન્ટી ટેંક જેવલિન મિસાઈલોને યુક્રેન મોકલી હતી. આ મિસાઈલો મેન પોર્ટેબલ છે, જેને યુક્રેનના સૈનિકો ખભા પર રાખીને ફાયર કરી શકે છે.

જેવલિન મિસાઈલોને આર્મ્ડ વ્હીકલ, ટેંક અને બંકરોને ઉડાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. યુદ્ધની સ્થિતિમાં આ મિસાઈલો રશિયા સેના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જો કે રશિયાએ પોતાની ટેંકો પર એક્સપ્લોસિવ રિએક્ટિવ આર્મર લગાવેલું છે, જે દુશ્મનોની મિસાઈલને નિષ્ફળ બનાવી દે છે. યુક્રેન સ્થિત અમેરિકાના દૂતાવાસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આજે રાત્રે રાષ્ટ્રપતિ જો બાઈડેનની મંજૂરીથી 200 મિલિયન ડોલરના હથિયારોનો ત્રીજો જથ્થો કીવ પહોંચી ગયો છે. અમે યુક્રેનને તમામ સંભવ મદદ કરવાનું ચાલુ રાખીશું. આ હથિયારોમાં 300 જેવલિન મિસાઈલો સહિત 70 ટનની સૈન્ય સહાયતા સામગ્રી સામેલ છે. આ 300 જેવલિન મિસાઈલોની કિંમત 50 મિલિયન ડોલર જણાવવામાં આવી રહી છે. આ જથ્થામાં ગ્રેનેડ લોન્ચર, સહિત અન્ય હથિયારો પણ સામેલ છે.

Read Next Story