એપશહેર

5 મહિના સુધી સમુદ્રમાં ભટક્યા બાદ સુરક્ષિત ઘરે પહોંચી 2 મહિલાઓ...

Arjun Parmar | Navbharat Times 28 Oct 2017, 1:17 pm
વૉશિંગટન: હવાઈ દ્વિપની રહેવાસી જેનિફર એપલ અને તાશા ફુયાબા પાંચ મહિના સુધી સમુદ્રમાં ભટકતી રહી. આ મુશ્કેલ સમયમાં બન્નેએ હિંમત ન હારી અને સુઝબુઝ સાથે પ્રકૃતિ સામે સંઘર્ષ કર્યો. છેલ્લે એક નૌકાદળનો જહાજ બન્નેને જોઈ ગયો. જેથી તેઓ સકુશળ પાછા ફરી શક્યા. આ સ્ટોરી ફિલ્મ જેવી જરુર છે, પરંતુ આ ફિલ્મ નહીં હકીકત છે. જેનિફર અને ફુયાબા મેમાં પોતાના બે કુતરા સાથે હવાઈથી તાહીતી માટે રવાના થયા હતા. થોડાંક દિવસો બાદ ખરાબ વાતાવરણને કારણે તેમની બોટનો ખરાબ થઈ ગઈ. બન્નેમાંથી એકનો મોબાઈલ પહેલાથી પાણીમાં પડી ગયો હતો અને બીજીનો ફોન ખરાબ થઈ ચૂક્યો હતો. તેમની પર શાર્કોએ પણ હુમલો કર્યો. સારી વાત તો એ હતી કે તેઓ વોટર પ્યુરિફાયર અને એક વર્ષનું કરિયાણું લઈને નીકળ્યા હતા. પાણી અને ભોજનની કોઈ પણ પ્રકારની અછત ન હોવાને કારણે બન્ને આટલા લાંબા સમય બાદ પણ જીવિત રહી. છેલ્લે તેમને એક તાઈવાની જહાજે જાપાના સમુદ્રમાં જોયા. ત્યારે જ અમેરિકન સેનાને સૂચના અપાઈ. બુધવારે નૌસેના તેમને પાછા લઈ આવી. બન્નેને જ્યારે અમેરિકન નૌસેના જહાજે પોતાની માટે આવતા જોયું ત્યારે દૂરથી જ ફ્લાઈંગ કિસ પણ આપી. અમેરિકન નૌસેના અધિકારીઓએ જણાવ્યું કે બન્ને મહિલાઓ અને તેમના કૂતરાઓ સલામત છે. જેનિફરે કહ્યું કે અમને અમારો દરેક દિવસ જાણે છેલ્લો હોય તેવું જ લાગતું રહેતું હતું. બન્નેએ જણાવ્યું કે, ‘મે મહિનામાં અમારા જહાજનો એન્જિન ખરાબ થઈ ગયો, પરંતુ અમને એવી આશા હતી કે તાહિતી સુધી અમે અમારી બોટ દ્વારા જ પહોંચી જઈશું. એક બાદ એક મુસીબતો આવતી રહી. 2 વખત શાર્કના ટોળાએ પણ અમારી પર હુમલો કર્યો. અમને લાગે છે કે અમે ભાગ્યશાળી હતા કે આ બધું થયા બાદ પણ અમે બચી ગયા અને પોતાના ઘરે પહોંચ્યા.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો