એપશહેર

લદાખમાં તણાવ વચ્ચે પાકિસ્તાન જશે જિનપિંગ, વધી શકે છે ભારતની ચિંતા

લદાખ સરહદે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીનના રાષ્ટ્ર પ્રમુખ શિ જિનપિંગ પાકિસ્તાનના પ્રવાસે જવાના છે

I am Gujarat 12 Aug 2020, 7:37 pm
બેઈજિંગઃ લદાખ સરહદે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ પાકિસ્તાનના પ્રવાસે જવાના છે. આ દરમિયાન બંને દેશોમાં સૈન્ય અને વેપાર ક્ષેત્રમાં ઘણા મોટા કરાર થવાની શક્યતા છે. પોતાના પ્રવાસ દરમિયાન જિનપિંગ ઈસ્લામાબાદમાં પાકિસ્તાન ચીનની વાર્ષિક ઉચ્ચ સ્તરીય રણનીતિક પરિષદની બેઠકમાં પણ ભાગ લેશે.
I am Gujarat amid border row with india chinese president xi jinping to visit pakistan soon
લદાખમાં તણાવ વચ્ચે પાકિસ્તાન જશે જિનપિંગ, વધી શકે છે ભારતની ચિંતા


રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ બીજી વખત પાકિસ્તાન જશે

રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ જિનપિંગનો આ બીજો પાકિસ્તાન પ્રવાસ છે. આ પહેલા તેઓ 2015મા ઈસ્લામાબાદના પ્રવાસે ગયા હતા. જિનપિંગનો પાકિસ્તાન પ્રવાસ પહેલા જૂનમાં હતો પરંતુ કોરોના વાયરસના કારણે આ પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો હતો. વર્ષ 2020મા ચીનના રાષ્ટ્ર પ્રમુખનો આ બીજો પ્રવાસ હશે. અગાઉ તેઓ જાન્યુઆરીમાં મ્યાનમારના પ્રવાસે ગયા હતા.

જિનપિંગના પ્રવાસની તારીખ જાહેર કરાઈ નથી

ચીનના સરકારી મીડિયા અનુસાર જિનપિંગના પાકિસ્તાન પ્રવાસને લઈને હજી કોઈ ચોક્કસ તારીખ જાહેર કરાઈ નથી. આ પ્રવાસને ઐતિહાસિક બનાવવા માટે પાકિસ્તાન અને ચીનના અધિકારીઓ સતત બેઠક યોજી રહ્યા છે. 2015મા જ્યારે જિનપિંગ પાકિસ્તાન ગયા હતા ત્યારે ચીન-પાકિસ્તાન ઈકોનોમી કોરિડોરને લઈને બંને દેશોમાં 51 કરાર થયા હતા.

વધી શકે છે ભારતનું ટેન્શન

દક્ષિણ એશિયામાં ચીનના વધતા પ્રભાવ અને ભારત સાથે બગડતા સંબંધો વચ્ચે ચીનના રાષ્ટ્ર પ્રમુખનો પાકિસ્તાન પ્રવાસ ભારત માટે ઘણો મહત્વનો હશે. ચીન ફક્ત લદાખ અને અક્સાઈ ચીનમાં જ નહીં પરંતુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ પાકિસ્તાન સાથે મળીને ઘણી યોજનાઓ પર કામ કરી રહ્યું છે. તેવામાં જિનપિંગના પાકિસ્તાન પ્રવાસથી ભારતની ચિંતાઓ વધી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો