એપશહેર

પાણીમાં દેખાઈ 'ડૂબી રહેલી મહિલા', બચાવ્યા બાદ થયો ચોંકાવનારો ખુલાસો

રેસ્ક્યુ ટીમે તે ડૂબી રહેલી 'મહિલા'ને પાણીમાંથી બહાર નીકાળીને જોયું તો ચોંકી ગયા. કારણકે તે કોઈ અસલી 'મહિલા' નહીં પણ રબરની એક સેક્સ ડૉલ હતી.

I am Gujarat 22 Jun 2021, 8:08 pm

હાઈલાઈટ્સ:

  • 'મહિલા'ને ડૂબતી જોઈ ઈમરજન્સી સર્વિસને ફોન કર્યો
  • સેક્સ ડૉલને પાણીમાં ફેંકી તે વિશે હજુ સુધી જાણવા મળ્યું નથી
  • તે અસલમાં રબરની એક સેક્સ ડૉલ છે, જેને 'ડચ વાઈફ' કહેવામાં આવે છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat pablo (2)
આ ઘટના જાપાનની છે. અહીં કોઈ વ્યક્તિએ 'મહિલા'ને પાણીમાં ડૂબતી જોઈ તો તેણે ઈમરજન્સી સર્વિસને ફોન કર્યો. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી. જ્યારે આ રેસ્ક્યુ ટીમે તે ડૂબી રહેલી 'મહિલા'ને પાણીમાંથી બહાર નીકાળીને જોયું તો બધા ચોંકી ગયા. કારણકે તે કોઈ અસલી 'મહિલા' નહીં પણ રબરની એક સેક્સ ડૉલ (ઢીંગલી) હતી. કોણે આ સેક્સ ડૉલને પાણીમાં ફેંકી તે વિશે હજુ સુધી જાણવા મળ્યું નથી.
કોવિડથી સંકોચાઈ રહ્યાં છે મગજનાં કેટલાંક ભાગ, ગંધ-સ્વાદ અને યાદ શક્તિ પર અસરઃ નવા અભ્યાસમાં દાવો

મળતી માહિતી મુજબ, એક જાપાની યુટ્યુબર તે દરમિયાન ત્યાં કશું શૂટિંગ કરી રહી હતી. દરમિયાન તેને પાણીમાં 'શબ' જેવું કશું દેખાયું, અને પછી ઘટનાસ્થળ પર પોલીસ, ફાયર ફાઈટર્સ પહોંચી ગયા. પાણીમાં જે કશું ડૂબી રહ્યું હતું જ્યારે તે પાણીમાંથી બહાર નીકાળવામાં આવ્યું ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે તે અસલમાં રબરની એક સેક્સ ડૉલ છે, જેને 'ડચ વાઈફ' કહેવામાં આવે છે.
સલામ છે જુસ્સાને! લોકોને રસી આપવા નર્સે બાળકને પીઠ પર બાંધી નદી પાર કરી

યુટ્યુબરે લખ્યું કે 'હું જ્યારે મારો ફિશિંગ વિડીયો શૂટ કરી રહી હતી ત્યારે મને એવું લાગ્યું કે કોઈ પાણીમાં 'શબ' જેવું કશું આવી રહ્યું છે. પણ, આ તો રબરની સેક્સ ડૉલ નીકળી. એવું લાગે છે કે કોઈને ગેરસમજ થઈ અને તેણે અધિકારીઓને ફોન કરી દીધો. જેથી પોલીસ, ફાયર ટ્રક અને એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ.

Read Next Story