એપશહેર

હાર્ટરેટ 40 પર પહોંચી ગઈ હતી, એપલ વૉચે આ રીતે બચાવ્યો વ્યક્તિનો જીવ

Yogesh Gajjar | I am Gujarat 28 Jul 2019, 8:45 am
એપલ વૉચ સમગ્ર દુનિયામાં પોતાની ખાસિયત માટે જાણીતી છે. એપલ વૉચે ફરી એકવાર શાનદાર પરફોર્મેન્સ આપતા બ્રિટનના એક વ્યક્તિનો જીવ બચાવ્યો છે. બ્રિટિશ નાગરિક પોલ હટ્ટનને એપલ વૉચે એલર્ટ મોકલ્યો કે તમારા હ્રદયની ગતિ ખતરનાક રૂપે ઓછી થઈ રહી છે. એલર્ટ બાદ પોલને હોસ્પિટલમાં એડમિટ કરાયો, જ્યાં તેની સર્જરી થઈ. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો ટેલિગ્રાફની રિપોર્ટ મુજબ પોલ હટ્ટન ટેકનોલોજી લેખક છે અને તે ઈંગ્લેન્ડના એસેક્સમાં રહે છે. તેને એપલ વૉચ પર સતત હાર્ટરેટ ઓછી થવાના એલર્ટ મળી રહ્યા હતા જે બાદ તેને હોસ્પિટલ જવું પડ્યું. રિપોર્ટ મુજબ પોલની હ્રદયની ગતિ 40 બીટ પ્રતિ મિનિટથી ઓછી થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે એપલ વૉચે કોઈનો જીવ બચાવ્યો હોય. આ પહેલા પણ આ જ વર્ષે એપ્રિલમાં એક રેડિટ યુઝરે દાવો કર્યો હતો કે એપલ વૉચે તેનો જીવ બચાવ્યો છે. યુઝરના હ્રદયની ગતિમાં સતત વધારો-ઘટાડો થઈ રહ્યો હતો. એપલ વૉચ સતત તેને એલર્ટ મોકલી રહ્યું હતું. પરંતુ તેણે ધ્યાન ન આપ્યું અને બાદમાં બેભાન હાલતમાં તેને હોસ્પિટલમાં એડમિટ કરાવાયો. અહીં તપાસ કરતા માલુમ પડ્યું કે તેનું હ્રદય 100 હાર્ટ રેટ પ્રતિ મિનિટથી પણ વધારે ઝડપી ધડકી રહ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો