એપશહેર

તમને કોરોનાની સસ્તી વેક્સીન મળે તે માટે બિલ ગેટ્સ 150 મિલિયન ડોલર આપશે

દુનિયાના વિકસશીલ અને ગરીબ દેશોના લોકોને કોરોનાની વેક્સીન નજીવી કિંમતે મળી રહે તે માટે બિલ ગેટ્સ 150 મિલિયન ડોલર ખર્ચશે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા 3 ડોલરની કિંમતે 100 મિલિયન ડોઝ તૈયાર કરાશે.

I am Gujarat 13 Aug 2020, 1:12 pm
કોરોના વાયરસની આ મહામારી દરમિયાન દુનિયાના બીજા નંબરના સૌથી વધુ ધનિક વ્યક્તિ એવા બિલ ગેટ્સ અત્યાર સુધી ઘણુ દાન કરી ચૂક્યા છે. કોરોના વાયરસની વેક્સીન પર રિસર્ચની વાત હોય કે પછી ટેસ્ટિંગ કિટ્સની, તેમણે દરેક બાબતમાં અત્યાર સુધી મદદ કરી છે. હવે તેમણે કોવિડ-19ની વેક્સીનની કિંમત 3 ડોલર પ્રતિ ડોઝ કરવા માટે 150 મિલિયન ડોલર આપવાની જાહેરાત કરી છે.
I am Gujarat bill gates to spend 150 million to cut covid 19 vaccine price
તમને કોરોનાની સસ્તી વેક્સીન મળે તે માટે બિલ ગેટ્સ 150 મિલિયન ડોલર આપશે


3 ડોલરની કિંમતે મળશે વેક્સીન

શુક્રવારે બિલ ગેટ્સે આ જાહેરાત કરી હતી કે તેઓ દુનિયાની સૌથી મોટી વેક્સીન ઉત્પાદક સીરમ ઈન્સ્ટીટ્યુટ ઈન્ડિયાને કોવિડ-19ની વેક્સીન 3 ડોલર પ્રતિ ડોઝની (અંદાજે 225 રૂપિયા) કિંમતે 100 મિલિયન વેક્સીન ડોઝ બનાવવા માટે આ રકમ આપશે. આ ડોનેશનથી દુનિયાના ગરીબ તથા વિકાસશીલ દેશોને વેક્સીન મેળવીને લોકોનું જીવન બચાવવામાં મદદ મળશે.

વિકસિત દેશોમાં સ્થિતિ ખરાબ

બિલ ગેટ્સ કોરોના વાયરસની ગરીબ તથા ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશના લોકોના જીવન પર પડેલી અસરો પર ખાસ ભાર મૂકતા આવ્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે વિકસિત દેશો તો મહામારીમાંથી બહાર આવી જશે, પરંતુ ગરીબ દેશોના લોકોને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

સસ્તી કિંમતે અપાવશે વેક્સીન

હાલમાં જ બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યૂમાં બિગ ગેટ્સે જણાવ્યું કે, તેઓ અસ્ત્રાજેનેકા અને નોવાવેક્સ દ્વારા ડેવલપ કરાતી વેક્સીનને વિકાસશીલ અને ગરીબ દેશોમાં પોષાય તેવી નજીવી કિંમતે ઉપલબ્ધ કરાવવા પર કામ કરી રહ્યા છે. તેમના શબ્દોમાં આ લોકોને દવાની કિંમતની સૌથી વધુ અસર થશે.

સીરમ ઈન્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને આપશે 150 મિલિયન

વેક્સીનની કિંમત સૌથી ઓછી રાખવા માટે 150 મિલિયન ડોલર ખૂબ જરૂરી છે. આ પહેલા સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઈન્ડિયાએ પણ જાહેરાત કરી હતી કે તે કોરોના વેક્સીન માત્ર ભારત જ નહીં અન્ય વિકાસશીલ અને ગરીબ દેશોને પણ 3 ડોલર જેટલી નજીવી કિંમતે આપશે. ઓક્સફર્ડની કોરોના વેક્સીન ભારતમાં Covishield નામથી વેચાશે અને ભારતમાં તેનું ટ્રાયલ પણ શરૂ થઈ ગયું છે.

વેક્સીનના ડિસ્ટ્રીબ્યૂશનમાં પણ કરશે મદદ

શુક્રવારે 150 મિલિયન ડોલરની મદદ પહેલા બિલ ગેટ્સ કોવિડ-19 વેક્સીનને ખરીદવા અને ડિસ્ટ્રીબ્યૂટ કરવા Gaviને 100 મિલિયન ડોલર આપવાનું પણ વચન આપ્યું હતું. ઉપરાંત તેમણે જૂનમાં આગામી 5 વર્ષોમાં 1.6 બિલિયન ડોલર વેક્સીનના ડ્રિસ્ટ્રીબ્યૂશન માટે આપવાની વાત કરી હતી. રિપોર્ટ મુજબ, બિલ ગેટ્સ કોરોનાની મહામારીમાં 500 મિલિયન ડોલર ખર્ચ કરવાનું વચન આપી ચૂક્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો