એપશહેર

નાઈજીરીયામાં બોકો હરામે મચાવ્યો કત્લેઆમ, 110 લોકોની હત્યા કરી: સંયુક્ત રાષ્ટ્ર

ક્રૂરતા માટે પ્રખ્યાત જેહાદી સંગઠન બોકો હરામ બધી મર્યાદાઓ ઓળંગીને 110 સામાન્ય લોકોની હત્યા કરી હતી. સંયુક્ત રાષ્ટ્રએ આ જઘન્ય હત્યાની માહિતી આપી છે.

I am Gujarat 30 Nov 2020, 8:04 am
મૈદુગુરી: સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે, ઉત્તર-પશ્ચિમી નાઇજીરીયામાં કટ્ટર ઇસ્લામિક સંગઠન બોકો હરામના હત્યારાઓએ 110 લોકોની નિર્મમ હત્યા કરી થે. આમાંના ઘણા લોકોના ગળા કાપવામાં આવ્યા. સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી સંયોજક, એડવર્ડ કલ્લોને કહ્યું કે બોકો હરામે ઓછામાં ઓછા 110 લોકોની નિર્દયતાથી હત્યા કરી છે. આ ઉપરાંત ઘણા લોકો ઘાયલ થયા છે.
I am Gujarat 3


કલ્લોને કહ્યું કે, શરૂઆતમાં મૃત્યુઆંક 43 હતો, જે બાદમાં વધીને 70 થઈ ગયો. તેમણે કહ્યું કે આ ઘટના સામાન્ય નાગરિકો પર સૌથી હિંસક રીતે હુમલો કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના કોશોબેની છે, જે મૈદુગુરી શહેરની નજીક સ્થિત છે. હત્યારાઓએ ડાંગરના ખેતરમાં કામ કરતા લોકોની હત્યા કરી હતી. નાઇજીરીયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે, આ હત્યાઓથી આખો દેશ ઘાયલ થયો છે.

આ ભયાનક હુમલાથી બચી ગયેલા લોકોને મદદ કરનાર મિલિશિયાના લીડર બાબાકુરા કોલોએ કહ્યું કે, અમને 43 લાશ મળી આવી છે, બધાને કાપી નાખવામાં આવ્યા છે અને 6 લોકો ઘાયલ છે. તેમના મતે, આ કાર્ય બોકો હરામનું છે જે આ ક્ષેત્રમાં સક્રિય છે અને અનેક વખત હુમલો કરી ચૂક્યો છે. આ પીડિતો સોકોટો રાજ્યના મજૂર હતા. તેઓ કામની શોધમાં ઇશાન તરફ ગયા હતા.

અન્ય એક મિલિશિયા ઇબ્રાહિમ લિમનના જણાવ્યા અનુસાર 60 ખેડુતોને ચોખાના ખેતરમાં કામ કરવા માટે કરાર કરવામાં આવ્યો હતો. તેમાંથી 43 કાપવામાં આવ્યા હતા અને 6 ઘાયલ થયા હતા.તમામ લાશને જબરમરી ગામે લઈ જવામાં આવી છે જ્યાં તેઓને રવિવારે દફન કરતા પહેલા રાખવામાં આવશે. વર્ષ 2009 બાદથી લગભગ 36 હજાર લોકો જેહાદી વિવાદમાં મૃત્યુ પામ્યા છે અને 20 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો