એપશહેર

ચાર વર્ષીય બાળક એસ્કેલેટર પર લટકી 20 ફૂટ ઊંચે ગયો અને નીચે પટકાયો

એસ્કેલેટરની રબરની હેન્ડરેઈલ પકડીને બાળક પ્રથમ માળ સુધી લટકીને ગયો હતો, ઉપર ચડવામાં નિષ્ફળ જતા 20 ફૂટની ઊંચાઈએથી પટકાયો

I am Gujarat 5 Mar 2021, 9:53 pm
નાના બાળકો ઉત્સુકતાવશ ઘણી વખત એવું કરી બેસતા હોય છે જેના કારણે તેમનો જીવ જોખમમાં મૂકાઈ જતો હોય છે. આવી જ એક ઘટના રશિયાના એક મોલમાં બની છે. જેમાં એક ચાર વર્ષીય બાળકે એસ્કેલેટર પકડી લીધી હતી અને તેના પર લટકીને 20 ફૂટ ઊંચે ગયો હતો અને ત્યાંથી પટકાયો હતો. જેના કારણે તેને ગંભીર ઈજા થતાં હાલમાં તે મોત સામે જંગ લડી રહ્યો છે.
I am Gujarat boy is fighting for life after clinging to escalator handrail and falling 20ft at russian mall
ચાર વર્ષીય બાળક એસ્કેલેટર પર લટકી 20 ફૂટ ઊંચે ગયો અને નીચે પટકાયો


20 ફૂટ ઊંચેથી નીચે પટકાયો બાળક, માથામાં થઈ ગંભીર ઈજા

ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે મોસ્કોના ગ્લોબલ સિટી મોલમાં એક બાળકે એસ્કેલેટરની બહારની તરફ રબરની હેન્ડરેઈલ પકડી લીધી હતી અને તે જેમ જેમ ઉપર જતી હતી તેમ તેમ બાળક પણ ઉપર જઈ રહ્યું હતું. તે બાળક ભોંયતળીયેથી પ્રથમ માળ સુધી તેના પર લટકીને ગયો હતો. આ ઘટનાના વિડીયોમા જોવા મળે છે કે બાળક જ્યારે ઉપર જઈ રહ્યું હોય છે ત્યારે મોલમાં ખરીદી માટે આવેલી બે મહિલા તેને જોઈને ડગાઈ જાય છે. જોકે, જ્યારે બાળક છેક ઉપર જાય છે ત્યારે તે ચડવામાં નિષ્ફળ જાય છે ત્યારે તે 20 ફૂટ ઊંચેથી નીચે રહેલા કેફેના કાઉન્ટર પર પટકાયો હતો. જેના કારણે તેના માથા અને છાતીમાં ઈજા થઈ હતી.

હાથ વડે રબરની હેન્ડરેઈલ પકડીને ઊપર ગયો બાળક

મોલમાં એસ્કેલેટર છે જેની બહારની તરફ બાળક છે જે એસ્કેલેટરની રબરની રેઈલ પકડે છે અને તે પ્રથમ માળ સુધી જાય છે જ્યાં તે કોફી શોપના કાઉન્ટર પર પડે છે જેના કારણે તેને ગંભીર ઈજા થાય છે. વિડીયોમાં જોવા બળે છે કે બાળક એસ્કેલેટરની હેન્ડરેઈલ પકડવાનો પ્રયાસ કરે છે. એક વખત તે તેમાં નિષ્ફળ જાય છે. જ્યારે બીજા પ્રયાસમાં તે હેન્ડરેઈલ પકડે છે અને તેની પકડ મજબૂત બનાવે છે. બાદમાં તે ધીમે ધીમે ઉપર જાય છે. આ દરમિયાન ફૂટેજમાં ફક્ત બાળકનો ચહેરો જ દેખાય છે અને તે છેક ઉપર જઈને નીચે પટકાય છે.

મોસ્કોની હોસ્પિટલમાં મોત સામે જંગ લડી રહ્યો છે બાળક

નીચે પટકાયા બાદ બાળકના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. મીડિયા અહેવાલ પ્રમાણે આ બાળક મોસ્કોની એક હોસ્પિટલમાં દાખલ છે અને તે મોત સામે જંગ લડી રહ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, તેની ખોપડીમાં ફ્રેક્ચર થયું છે તથા તેના છાતીમાં પણ ઈજા થઈ છે. તે બાળકને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ રશિયન ઈન્વેસ્ટિગેશન કમિટીના અધિકારી યુલિયા ઈવાનોવાએ જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ માટે આંતરિક તપાસ કરવામાં આવી રહી છે. બાળકના માતા-પિતાની પૂછપરછ કરવામાં આવશે અને તેમને કાયદાકિય કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે.

Read Next Story