એપશહેર

હવે આ દેશમાં પાણીમાં મળ્યા મગજ ખાતા અમીબા, તંત્રએ લોકોને કર્યા એલર્ટ

વોટર સપ્લાયમાં આ અમીબા મળતા લોકોને પાણીનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે

I am Gujarat 28 Sep 2020, 8:52 pm
ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસ પ્રાંતના દક્ષિણપૂર્વ વિસ્તારમાં વોટર સપ્લાય દરમિયાન બ્રેન-ઈટિંગ અમીબા (મગજ ખાઈ જતા અમીબા) મળ્યા બાદ આઠ શહેરોના રહેવાસીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ અમીબા બ્રેન એટલે કે મગજ ખાતા અમીબા છે. ટેક્સાસ વહિવટી તંત્રએ ચેતવણી આપતા કહ્યું છે કે બધા લોકો સંભાળીને રહે કેમ કે આ મોટો વિનાશ સર્જી શકે છે. ટેક્સાસ કમિશને પર્યાવરણ ગુણવત્તાના આધારે વોટર એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે અહીંના રહેવાસીઓને ચેતવણી આપવામાં આવે છે કે વોટર સપ્લાયમાં નાઈગેલેરિયા ફાઉલેરી એટલે કે મગજ ખાતા અમીબા હાજર છે તેથી તેનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી દો.
I am Gujarat brain eating amoeba gets found in water citizens of texas ordered not to consume water
હવે આ દેશમાં પાણીમાં મળ્યા મગજ ખાતા અમીબા, તંત્રએ લોકોને કર્યા એલર્ટ


આવી જગ્યાએ જોવા મળે છે આ અમીબા

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ટેક્સાસ કમિશન પર્યાવરણ ગુણવત્તાને ધ્યાનમાં રાખતા બ્રોઝોસ્પોર્ટ વોટર ઓથોરિટી સાથે મળીને ઝડપથી પાણીમાં રહેલી આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું. સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે મગજ ખાતા આ અમીબા સામાન્ય રીતે માટી, ગરણ પાણીના કુંડ, નદી અને ગરમ ઝરણામાં જોવા મળે છે. આ અમીબા સફાઈના અભાવ ધરાવતા સ્વિમિંગ પૂલમાં પણ મળી શકે છે. આ અમીબા ઔદ્યોગિક પ્લાન્ટથી નીકળનારા ગરમ પાણીમાં પણ મળે છે.

આ વિસ્તારના લોકોને પાણીનો ઉપયોગ ન કરવાની સલાહ અપાઈ

વહિવટી તંત્ર દ્વારા ઘણા વિસ્તારોમાં પાણીનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. લેક જેક્સન, ફ્રીપોર્ટ, એન્ગલટન, બ્રાઝોરિયા, રિચવૂડ, આયસ્ટર ક્રીક, ક્લૂટ અને રોજનબર્ગ વિસ્તારમાં પાણીના ઉપયોગ ન કરવાની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ટેક્સાસ પ્રાંતના ડાઉ કેમિકલ પ્લાન્ટ અને ક્લેમેન્સ અને વાયને સ્કોટ ટેક્સાસ ડિપાર્ટના ક્રિમિનલ જસ્ટિસમાં પાણીની ગુણવત્તા સુધારવાની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

જીવલેણ ઈન્ફેક્શન થઈ શકે છે

ટેક્સાસ કમિશન ઓન એન્વાયરમેન્ટ ક્વોલિટીના પ્રવક્તા બ્રાયન મેકગોવર્ને નાક દ્વારા શરીરમાં દાખલ થયા બાદ ખતરનાક બને છે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો આ અમીબા નાકમાંથી શરીરમાં દાખલ થાય તો તેનાથી એક વિચિત્ર પરંતુ જીવલેણ ઈન્ફેક્શન થઈ શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો