એપશહેર

બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જેયર બોલસોનારો કોરોના વાયરસની ઝપેટમાં

Shailesh Thakkar | Others 7 Jul 2020, 10:44 pm
બ્રસીલિયા: અત્યાર સુધી કોરોના વાયરસની ગંભીરતાને નકારતા રહેલા બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જેયર બોલસોનારોનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોલસોનારો અત્યાર સુધી ભીડ-ભાડમાં સમર્થકો સાથે ફરી રહ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પર ન કર્યું જ્યારે દેશમાં કોરોનાને કારણે સ્થિતિ ગંભીર છે અને કેસ સતત વધી રહ્યા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:માર્ચ બાદ થયા ત્રણ ટેસ્ટપ્રેસિડેન્ટે મંગળવારે જણાવ્યું કે, તેમનો ચોથો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બોલસોનારોએ જણાવ્યું કે, ‘હું ઠીક છું, નૉર્મલ છું. હું અહીં ટહેલવા પણ ગયો મેડિકલ સલાહને કારણે ન જઈ શક્યો.’ આના પહેલા તેમણે જણાવ્યું હતું કે, તેમનો ટેસ્ટ થયો છે અને એક્સ-રેમાં તેમના ફેફસાં તંદુરસ્ત દેખાયા છે. માર્ચમાં ફ્લોરિડામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા બાદ તે 3 વાર ટેસ્ટમાં નેગેટિવ નોંધાયા હતા.કોર્ટ તરફથી મળી હતી ફટકારબોલસોનારોએ ઈન્ફેક્શન રોકવા માટે લૉકડાઉનનો વિરોધ કર્યો છે. તેમણે આર્થિક સંકટ અને દેશની અર્થવ્યવસ્થા પર વધુ ભાર મૂક્યો છે. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કર્યું નથી. આના માટે દેશની કોર્ટે તેમની ઝાટકણી કાઢી હતી. જજે કહ્યું હતું કે, દેશના રાષ્ટ્રપતિ માટે પબ્લિકની વચ્ચે માસ્ક પહેરવું અનિવાર્ય છે અને જો તેઓ આવું ન કરે તો તેમને દંડ ફટકારવામાં આવશે.અમેરિકા બાદ બ્રાઝીલની હાલત સૌથી ખરાબબ્રાઝીલમાં અત્યાર સુધી 16 લાખ 28 હજાર 283 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે જે અમેરિકા બાદ દુનિયામાં સૌથી વધુ છે. બીજી તરફ દેશમાં 65,631 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ સંખ્યા દુનિયામાં અમેરિકા બાદ સૌથી વધુ છે. બોલસોનારો શરૂઆતથી કોરોના વાયરસ અંગે ગંભીરતા ન દેખાડવા બદલ આલોચનાઓનો શિકાર રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો