એપશહેર

Bus Accident In Nepal: ત્રિવેણી ધામથી પરત ફરી રહેલા ભારતીય શ્રદ્ધાળુઓની બસ નેપાળમાં પલટી, 70 લોકો હતા સવાર

મૌની અમાવસ્યાના અવસરે નેપાળના ત્રિવેણી ધામથી પરત ફરી રહેલા ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ નેપાળમાં પલટી ગઈ હતી. જેમાં ઘણા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને નેપાળની સ્થાનિક હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાની જાણ નેપાળ પોલીસને થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે આ ઘટના નેપાળના મહારાજગંજ જિલ્લામાં ભારત સરહદને અડીને બનેલી છે.

Edited byParth Shah | I am Gujarat 21 Jan 2023, 8:13 pm
Bus Accident: મૌની અમાવસ્યા નિમિત્તે નેપાળના ત્રિવેણી ધામથી સ્નાન કરીને પરત ફરી રહેલા ભારતીય શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો હતો. UPના મહારાજગંજથી થોડે દૂર નેપાળ બોર્ડર પર એક બસ બેકાબુ બનીને ખાડામાં પલટી ગઈ હતી. આ બસમાં ગોરખપુરના પીપીગંજ અને કેમ્પિયરગંજના લગભગ 60-70 ભક્તો હતા. જેમાંથી 5ની હાલત ગંભીર છે. અન્ય 55 તીર્થયાત્રીઓને નાની-મોટી ઈજાઓ થઈ છે અને તેઓ નેપાળના પારસી જિલ્લાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
I am Gujarat bus accident in nepal
ત્રિવેણી ધામથી પરત ફરી રહેલા ભારતીય શ્રદ્ધાળુઓની બસ નેપાળમાં પલટી, 70 લોકો હતા સવાર


બસ બેકાબુ થઇ પલટી ગઈ હતી
ખરેખરમાં આજે મૌની અમાવસ્યાના દિવસે નેપાળના ત્રિવેણી ધામમાં સ્નાનનું ઘણું મહત્વ છે. જેના કારણે હજારો ભારતીય શ્રદ્ધાળુઓ પાડોશી દેશ નેપાળની ત્રિવેણીમાં સ્નાન અને દાન કરવા જાય છે. જે માટે થઇ ગોરખપુરના કેમ્પિયરગંજ અને પીપીગંજના ભક્તો પણ ખાનગી બસ દ્વારા થુથીબારી બોર્ડર થઈને ત્રિવેણી ધામ ગયા હતા અને સ્નાન કરીને પાછા આવી રહ્યા હતા. આ દરમિયાન નવલપારાસી પાલી નંદન ગામ પાસે બસ બેકાબુ થઈને પલટી ગઈ હતી.

બસ અસ્ક્માતમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા
આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓને ગંભીર ઈજાઓ થઈ હતી. જોકે માહિતી મળતા જ નેપાળ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા તમામ શ્રદ્ધાળુઓને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ આ ઘટના અંગે મહારાજગંજના જિલ્લા અધિકારી સત્યેન્દ્ર કુમારે જણાવ્યું કે નેપાળના અધિકારીઓ સાથે વાત કર્યા બાદ તરત જ એસડીએમને ત્યાં મોકલવામાં આવ્યા છે જેઓ ત્યાં રાહત અને બચાવ કાર્ય જોઈ રહ્યા છે.

Read Latest National News And Gujarat News

Read Next Story