એપશહેર

કોરોનાની દવા, ફરી સમગ્ર વિશ્વની સામે આવી ચીનની ચાલાકી

Gaurang Joshi | Agencies 26 Apr 2020, 6:16 pm
બેજિંગઃ ચીનની ઉપર આરોપ લાગતા રહ્યા છે કે તેણે માત્ર તેના દેશમાં કોરોના વાયરસ ફેલાવાથી રોકાતો અટકાવવા માટે પગલા ઉઠાવ્યા અને દુનિયાને પણ મોડી મોડી આ વાયરસ અંગે જાણકારી આપી. ચીન આ આરોપોનું ખંડન કરતું રહ્યું છે. જોકે, હવે ફરી ચીનની વધુ એક ચાલાકી સામે આવી છે. જેથી ફરી તે દરેક દાવાઓ પર સવાલ ઉઠે છે. હકીકતમાં ચીને કોરોના વાયરસ સામે વધુ કારગર માનવામાં આવતી દવાને ત્યારે જ પેટન્ટ કરાવવાની કોશિશ કરી હતી જ્યારે વુહાનમાં સૌથી પહેલા વ્યક્તિઓ વચ્ચે વાયરસ સંક્રમણ ફેલાવાની પુષ્ટિ થઈ હતી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોવુહાન લેબે આપી હતી અરજીચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 20 જાન્યુારીના રોજ આ વાતની પુષ્ટિ કરી હતી કે આ વાયરસ વ્યક્તિઓમાંથી જ વ્યક્તિમાં ફેલાય શકે છે. જોકે, લીક થયેલા કેટલાક દસ્તાવેજો પરથી એ વાત સાબિત થઈ છે કે એક અધિકારીને ખબર પડી ચૂકી હતી કે આ મહામારી છે પરંતુ લોકોને ચેતાવણી 6 દિવસ પછી આપવામાં આવી હતી. આટલું જ નહીં ઈબોલા સામે લડવા માટે અમેરિકા દ્વારા બનાવવામાં આવેલી Remdesivirને 21 જાન્યુઆરીના રોજ પેટન્ટ કરાવવાની અરજી આપવામાં આવી હતી. આ અરજી વુહાનની વાયરોલોજી લેબ અને મિલિટરી મેડિસિન ઈન્સ્ટિટ્યૂટે બનાવી હતી.ચીન વિરુદ્ધ તપાસની માગણીફોરેન અફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન ટૉમ ટુગનઢગે ચીન વિરુદ્ધ તપાસની માગણી કરી છે. તેમણે કહ્યું કે આ બીમારી અને તેને નીપટવા માટે અમને હજુ પણ અનેક વાતો ખબર નથી. જેથી આપણને શીખ લેવાની જરુર છે જેથી આંતરરાષ્ટ્રીય સમુદાય ભવિષ્યમાં યોગ્ય અને ઉત્તમ રીતે રિસ્પોન્સ આપી શકે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા એ વાતનો આરોપ વેંઢારી રહ્યા છે કે તેમણે ડેટા છુપાવ્યો અને પબ્લિક હેલ્થ ટીમને તપાસ કરવાથી પણ રોકી. આ મહામારીની જાણકારી આપનાર ડોક્ટર્સને ચૂપ કરાવ્યા અને વ્યક્તિઓ વચ્ચે આ વાયરસ ફેલાયો છે તેવી વાત પણ છૂપાવી હતી.ઈબોલા માટે બની હતી દવાRemdesivir દવાને ઈબોલાના ડ્રગ તરીકે વિકસીત કરવામાં આવી હતી. જોકે, એવું સમજવામાં આવે છે કે, આ દવાથી અનેક પ્રકારના વાયરસ મરી શકે છે. અમેરિકાના વોશિંગ્ટન રાજ્યમાં કોરોના સામે જંગ જીતનાર એક મહિલાએ પોતાનો પર્સનલ અનુભવ શૅર કરતા કહ્યું કે, દવા remdesivirની મદદથી તેના પતિ કોરોનાથી સ્વસ્થ થયા હતાં. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જાહેરાત કરી હતી કે, Remdesivir એક એવી દવા છે જેથી કોરોના ખતમ થઈ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. (Source: DailyMailUK)

લૉકડાઉન: આ કંપનીએ ગટરમાં વહેવડાવી દીધું 1 લાખ લીટર તાજું બીયર

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો