એપશહેર

ચીન દેખાડ્યો અસલી ચહેરો! મેડિકલ સપ્લાય પહોંચાડી રહેલી ફ્લાઇટ અટકાવી

ચીનની મેડિકલ ઇક્વિપમેન્ટ કંપનીઓએ તકનો લાભ ઉઠાવી ભાવમાં ધરખમ વધારો કરી દીધો, હવે સપ્લાય પણ સિંગાપુર કે અન્ય દેશોના માર્ગે થાય એવી સંભાવના, જેમાં પૈસા અને સમયનો વ્યય થશે

I am Gujarat 26 Apr 2021, 4:40 pm

હાઈલાઈટ્સ:

  • ચીને પહેલા મદદની રજૂઆત કરી હવે વિમાન કાર્ગો સેવા બંધ કરી દીધી
  • ચીની સરકારી એરલાઇન્સ કંપનીએ આ માટે આયાતમાં ઘટાડાનું કારણ દર્શાવ્યું
  • ચીનની મેડિકલકંપનીઓએ ઇક્વિપમેન્ટના રેટમાં 35થી 40 ટકાનો વધારો પણ કર્યો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 1
નવી દિલ્હીઃ વૈશ્વિક કોરોના મહામારી સામે ભારતની લડાઇમાં અનેક દેશો જ્યાં મદદે આવી રહ્યા છે, ત્યાં ચીને મદદની રજૂઆત કરીને મોં ફેરવી લીધુ છે. ચીનની સરકારે ભારત માટે તેની તમામ કાર્ગો ફ્લાઇટ્સને આગામી 15 દિવસ માટે અટકાવી દીધી છે. આ વિમાનો દ્વારા ભારતને અત્યંત જરુરી ઓક્સિજન કોન્સટ્રેટર અને અન્ય મેડિકલ ઇક્વિપમેન્ટ મોકલવામાં આવી રહ્યા હતા. ચીનની સરકારી વિમાન કંપની સિચુઆન એરલાઇન્સના આ નિર્ણયને લીધે ચીનની ખાનગી કંપનીથી ભારતને મેડિકલ ઇક્વિપમેન્ટ મળવામાં સમસ્યા ઉભી થઇ છે.
ઓક્સિજનની અછતથી હાંફવા લાગ્યા છે ઉદ્યોગો, કેટલીક વસ્તુઓ થઈ શકે છે મોંઘી
ભારતમાં હાલમાં કોરોના સંક્રમણની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે, જે દરમિયાન ઓક્સિજનની ભારે અછત અને અન્ય મેડિકલ ઇક્વિપમેન્ટની જરુર પડી રહી છે. જે વિદેશોમાંથી મંગાવવા પડી રહ્યા છે. એવામાં એવી ફરિયાદો પણ સામે આવી રહી છે કે, તકનો લાભ લેતાં ચીનના ઉત્પાદકોએ ઓક્સિજન ઇક્વિપમેન્ટની કિંમતમાં પણ 35થી 40 ટકાનો વધારો કરી દીધો છે. એની સાથે ભારતને સામાન પહોંચાડવામાં લાગતી ફીમાં પણ 29 ટકાનો વધારો કર્યો છે.
કોરોના વિરુદ્ધ જંગમાં મદદે આવ્યું બ્રિટન, 600થી વધુ ઇક્વિપમેન્ટ ભારત મોકલી રહ્યું છે
સિચુઆન એરલાઇન્સના હિસ્સારુપે સિચુઆન ચુઆનહાંગ લોજિસ્ટિક કોર્પોરેશન લિમિટેડે એક પત્ર દ્વારા જાહેરાત કરી છે કે એવિએશન કંપની શિયાન-દિલ્હી સહિત છ માર્ગો પર તેની કાર્ગો સેવા આગામી 15 દિવસ માટે અટકાવી રહી છે. આ નિર્ણય બંને દેશોના ખાનગી ઉદ્યોગો દ્વારા ચીનથી ઓક્સિજન કન્સટ્રેટર ખરીદવાના ગંભીર પ્રયત્નો વચ્ચે લેવામાં આવ્યા છે.
#StayStrongIndia: બુર્જ ખલિફા પર રોશનીથી તિરંગો ઝળહળતો કરાયો, કોરોનાના કહેરમાં હિંમત વધારી
ભારત માટે કાર્ગો સેવા બંધ કરવા પાછળ ચીને કારણ આપતા કહ્યું કે, વૈશ્વિક કોરોના મહામારીની સ્થિતિમાં આવેલા અચાનક બદલાવથી આયાતમાં ઘટાડો થયો છે, જેથી કાર્ગો સેવા 15 દિવસ સુધી સ્થગિત કરવામાં આવે છે. જોકે કંપનીએ મગરના આંસુ પાડતા એમ પણ કહ્યું હતું કે આ નિર્ણયથી કંપનીને નુકસાન થશે, પરંતુ આ પરિસ્થિતિ માટે માફી માંગીએ છીએ.
હવે સ્થિતિ એવી આવી પડી છે કે, ભારત માટે જરુરી મેડિકલ ઇક્વિપમેન્ટને મોકલવા માટે સિંગાપુર અને અન્ય દેશોના હવાઇ માર્ગનો ઉપયોગ કરવ પડશે, જેમાં સમય અને પૈસા એમ બંનેનો વ્યય થશે.

Read Next Story