એપશહેર

ચીનની ચાલબાજી, લોકોને ગેરમાર્ગે દોરવા ફાઈઝર વેક્સિન વિશે ફેલાવી રહ્યું છે અફવા

કોરોના વાયરસને લઈને ચીન આખી દુનિયામાં બદનામ થયું છે પરંતુ હવે તે કોરોનાના દોષનો ટોપલો અમેરિકા પર ઢોળી રહ્યું છે

I am Gujarat 25 Jan 2021, 8:51 pm
કોરોના વાયરસને લઈને ચીન આખી દુનિયામાં બદનામ થયું છે પરંતુ હવે તે કોરોનાના દોષનો ટોપલો અમેરિકા પર ઢોળી રહ્યું છે. ચીન ફાઈઝરની કોવિડ-19 વેક્સિન અંગે ખોટી શંકાઓ અને અફવાઓ ફેલાવી રહ્યું છે. આ ઉપરાંત તેણે તે પણ કહ્યું છે કે કોરોના વાયરસ અમેરિકન મિલિટ્રી લેબોરેટરીમાં ઉત્પન્ન થયો છે. હાલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ની એક ટીમ વુહાનમાં છે અને તે કોરોનાનો ઉદ્દભવ ક્યાંથી થયો તેની તપાસ કરી રહી છે. આવા સમયે ચીન હવે ખોટી અફવાઓ ફેલાવી રહ્યું છે.
I am Gujarat china is spreading doubt on pfizers covid 19 vaccine
ચીનની ચાલબાજી, લોકોને ગેરમાર્ગે દોરવા ફાઈઝર વેક્સિન વિશે ફેલાવી રહ્યું છે અફવા


કોરોના માટે અમેરિકાને દોષ આપી રહ્યું છે ચીન

વિશ્વના ઘણા દેશોમાં ફાઈઝરની કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ છે. ચાઈનિઝ કોમ્યુનિસ્ટ પાર્ટી એવી ઘણી સ્ટોરીઓ ફેલાવી રહ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે યુએસ ડ્રગ કંપની ફાઈઝરની વેક્સિન લીધા બાદ ઘણા બધા લોકો મરી રહ્યા છે. કોમ્યુનિસ્ટ યુથ લીગ દ્વારા સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવામાં આવ્યું છે જેને 1.4 બિલિયન વખત જોવામાં આવ્યું છે. બેઈજિંગે ડબલ્યુએચઓ પાસે મેરીલેન્ડમાં આવેલી લેબમાં તપાસની માંગ કરી છે. તાજેતરમાં અમેરિકાની ઈન્ટેલિજન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 2019મા વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાં કામ કરતા કર્મચારીઓ કોવિડ-19ના લક્ષણો સાથે બીમાર પડ્યા હતા. ત્યારબાદ હવે ચીન અમેરિકા પર આરોપ લગાવી રહ્યું છે.

ચીન બધાને ગેરમાર્ગે દોરી રહ્યું છે

ટ્રમ્પ વહિવટી તંત્રએ ડબલ્યુએચઓને લેબની તપાસ માટે દબાણ કર્યુ હતું અને કહ્યું હતું કે કોરોના રોગચાળો ફેલાયો ત્યારથી ચીન પાસે મહત્વની જાણકારી છે. અમેરિકાના જાણીતા લેખક ફેંગ શિમિને જણાવ્યું હતું કે, રોગચાળાની શરૂઆતમાં ચીને અમેરિકાને દોષ દીધો હતો તે લોકોને ગેરમાર્ગે દોરવા માટે હતું. તેની આ રણનીતિ થોડી સફળ રહી હતી કેમ કે ચીનમાં લોકોમાં અમેરિકા વિરુદ્ધ લાગણીઓ હતી. બ્રિટનની યુનિવર્સિટી ઓફ લીડ્સના ચાઈનિઝ મીડિયા એક્સપર્ટ યુઆન ઝેંગે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ બધી વાતો એટલા મોટા પ્રમાણમાં ફેલાવવામાં આવી હતી કે ઘણા સુશિક્ષિત ચાઈનિઝ મિત્રોએ મને પૂછ્યું હતું કે આ સાચું છે કે નહીં.

અમેરિકા સત્ય સાથે હોય તો તપાસની મંજૂરી આપે

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનીયિંગે ગત સપ્તાહે ડબલ્યુએચઓને અમેરિકન મિલેટ્રી લેબની તપાસ કરવાનું કહ્યું હતું. અગાઉ આ સાઈટને સીજીટીએન તરીકે ઓળખવામાં આવતી હતી. હુઆએ જણાવ્યું હતું કે, જો અમેરિકા સત્યની સાથે હોય તો તેઓ અમેરિકાની ફોર્ટ ડેટ્રિક તથા દેશની બહાર રહેલી 200થી વધારે બાયો-લેબ્સની માહિતીને જાહેર કરે અને ડબલ્યુએચઓના નિષ્ણાતોને અમેરિકામાં બોલાવીને વાયરસના ઉદ્દભવ સ્થાનની તપાસ કરવાની મંજૂરી આપે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો