એપશહેર

China Plane Crash: અકસ્માત નહીં, જાણીજોઈને ક્રેશ કરાવવામાં આવ્યુ હતું પ્લેન? 132 લોકોનાં થયા હતા મોત

21મી માર્ચ 2022ના રોજ ચીનમાં એક વિમાન ક્રેશ થવાની દુર્ઘટના બની હતી જેમાં 132 લોકોએ જીવ ગુમાવ્યો હતો. વિમાનના બ્લેક બોક્સના એનાલિસિસ પરથી અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના અકસ્માતને કારણે નહોતી બની, પરંતુ જાણીજોઈને પ્લેન ક્રેશ કરાવવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે હાઈજેકના કેસમાં આ પ્રકારે પ્લેન ક્રેશ કરાવવામાં આવતા હોય છે.

Edited byZakiya Vaniya | TNN 18 May 2022, 9:48 am
બેઈજીંગ- 21મી માર્ચ, 2022ના રોજ ચીનમાં એક વિમાન દુર્ઘટનામાં 132 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાનના બ્લેક બોક્સના ડેટા વિશ્લેષણ પરથી અનેક મહત્વના ખુલાસા થઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, વિમાનને ઈરાદાપૂર્વક ક્રેશ કરાવવામાં આવ્યુ હતું. ક્રેશ થવાના અંતિમ સમયમાં વિમાન સીધું જ નીચે પડ્યું. મંગળવારના રોજ ન્યુઝ એજન્સી દ્વારા આ જાણકારી અમેરિકન અધિકારીઓના સંદર્ભમાં આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વિમાન ત્યારે દુર્ઘટનાનો શિકાર બન્યું જ્યારે તે યુન્નાન વિસ્તારના કુનમિંગથી ચીનના દક્ષિણ-પૂર્વ તટ પર ગ્વાંગઝૂ તરફ જઈ રહ્યુ હતું.
I am Gujarat china black box
પ્લેન ક્રેશમાં 132 લોકોએ ગુમાવ્યો હતો જીવ.


આર્થિક તંગીમાં સળગી રહી છે 'રાવણની લંકા', અશોક વાટિકા પણ આવી ઝપેટમાં
ગુઆંગ્શી વિસ્તારના વુઝોઉ શહેરમાં આ વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યુ હતું. વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બ્લેક બોક્સ દ્વારા પ્રાપ્ત જાણકારીના આધારે કહી શકાય કે, કોકપિટ કંટ્રોલથી એવા ઈનપુટ આપવામાં આવ્યા હતા, જેનાથી વિમાન ક્રેશ થઈ ગયું. વિમાને તે જ કર્યું જે તેને કરવા માટે કમાન્ડ કરવામાં આવ્યુ હતું. ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું વિમાન MU5735 ગ્વાંગઝૂ પહોંચે તેના ઓછામાં ઓછા એક કલાક પહેલા ક્રેશ થયુ હતું. ઘટનાનો એક કથિત વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે વિમાન 90 ડિગ્રી ખૂણે જમીનથી ટકરાયું.

ફ્લાઈટ ટ્રેકિંગ સર્વિસના ડેટા અનુસાર બોઈંગ 737-800 વિમાન 29,000 ફૂટ સુધી માત્ર બે મિનિટના સમયગાળામાં પહોંચી ગયું. વિમાને એક સમયે પોતાને નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આખરે તે જંગલમાં ક્રેશ થઈ ગયું. ક્રેશ થતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ. 20 એપ્રિલના રોજ ચીનના ઉડ્ડયન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે વિમાન અથવા કાર્ગોમાં કોઈ સમસ્યા નહોતી.


વિમાનને જાણીજોઈને ક્રેશ કરાવવાના વધારે પડતા કેસ હાઈજેકિંગને લગતા હોય છે. હાઈજેક થનારા અનેક પ્લેન ક્રેશ થયા છે. દુનિયામાં વિમાન હાઈજેક અને ક્રેશનું સૌથી મોટું ઉદાહરણ અમેરિકામાં 9/11નો આતંકવાદી હુમલો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો