એપશહેર

ચીને ચેંગદુમાં અમેરિકાની એમ્બેસી બંધ કરવાનો આદેશ આપ્યો

ચીને ચેંગદુ એમ્બેસી દ્વારા અમેરિકા તિબેટમાં જાસૂસી કરી રહ્યું હોવાનો આરોપ મૂકીને એમ્બેસી બંધ કરવા કહ્યું

I am Gujarat 24 Jul 2020, 11:32 pm
બેઈજિંગઃ ચીને અમેરિકાને ચેંગદૂમાં પોતાની એમ્બેસી બંધ કરવાનું કહ્યું છે. આ અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું છે કે અહીં કામ કરતા કેટલાક અમેરિકન અધિકારીઓ ચીનના ઘરેલુ મામલામાં હસ્તક્ષેપ કરી રહ્યા હતા. અમેરિકન અધિકારીઓ પોતાની ઓળખનો ગેરફાયદો ઉઠાવતા હતા. આ સાથે તેમણે કહ્યું છે કે ચીનની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો છે.
I am Gujarat US China


ગ્લોબલ ટાઈમ્સે કહ્યું- અમેરિકાને નુકસાન
ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે કહ્યું છે કે અમેરિકા અને ચીન બંનેએ એકબીજાની એક-એક એમ્બેસી બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેવામાં બંને પક્ષને થનારું નુકસાન સમાન છે પરંતુ ચેંગદુમાં એમ્બેસી બંધ થવાથી અમેરિકાને વધારે રણનીતિક નુકસાન થશે. તેણે આરોપ લગાવ્યો છે કે અમેરિકા લાંબા સમયથી આ એમ્બેસીનો ઉપયોગ તિબેટમાં ઘૂસણખોરી માટે કરતું આવ્યું છે.

દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હતી અમેરિકન એમ્બેસી
ચાઈના ફોરેન અફેર્સ યુનિવર્સિટીના ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ટરનેશનલ રિલેશનના પ્રોફેસર લી હૈદોંગે ગ્લોબલ ટાઈમ્સને કહ્યું છે કે અમેરિકાએ ચીનના તિબેટ અને દક્ષિણ પશ્ચિમ ચીનના ઘણા ક્ષેત્રોમાં આ એમ્બેસી દ્વારા ગતિવિધિઓ કરી છે. ચેંગદુમાં અમેરિકાએ 1985મા એમ્બેસી શરૂ કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો