એપશહેર

ચીનની નવી મિસાઈલ, દુનિયાના કોઈ પણ ખૂણાને કરી શકે ટાર્ગેટ

Yogesh Gajjar | I am Gujarat 20 Nov 2017, 5:09 pm
I am Gujarat china will get a new balestic missile that can target any plane on earth
ચીનની નવી મિસાઈલ, દુનિયાના કોઈ પણ ખૂણાને કરી શકે ટાર્ગેટ


ચીનના ટાર્ગેટ પર સમગ્ર દુનિયા

ચીનની સેનામાં જલ્દી જ લાંબા સફરની એક એવી અાંતરમહાદ્વીપીય બેલેસ્ટિક મિસાઈલ શામેલ થવા જઈ રહી છે જે દુનિયાના કોઈ પણ ખૂણામાં નિશાનો સાધી શકે છે. ચીનની નેક્સ્ટ જનરેશનની આ મિસાઈલ આવતા વર્ષે સેનામાં શામેલ થઈ શકે છે.

મળશે નવી બેલેસ્ટિક મિસાઈલ

સોમવારે જાહેર કરાયેલી મીડિયા રિપોર્ટમાં કહેવાયું કે આ મિસાઈલ પરમાણુ હથિયારોને એકસાથે લઈ જવામાં સક્ષમ હશે. તૂંગફૂંગ-41 નામની આ મિસાઈલ દુશ્મનોના મિસાઈલના ખતરાને અને ડિફેન્સ સિસ્ટમને પણ માત આપવામાં સક્ષમ છે. આ મિસાઈલની સ્પીડ મેક 10 ( અવાજની ગતિથી 10 ગણી ઝડપી, કલભગ 12,900 કિલોમીટર પ્રતિ કલાક) થી પણ વધારે હશે.

સેનાની તાકાત મજબૂત બનશે

સરકારી મીડિયા હાઉસ ગ્લોબસ ટાઈમ્સે જણાવ્યું કે આ વર્ષે 2012માં આ મિસાઈલની જાહેરાત થયા બાદથી અત્યાર સુધીમાં તેનું આઠ વખત પરિક્ષણ થઈ ચુક્યું છે. અને તે પીપલ્સ લિબરેશન આર્મીમાં 2018માં શામેલ થઈ જશે. ચીન આર્મ્સ કંટ્રોલ એન્ડ ડિસઆર્મામેન્ટ એસોસિયેશનના વરિષ્ઠ સલાહકાર શુ ગુઆંગુએ કહ્યું કે જો આ મિસાઈલ સેનામાં સેવા આપવાનું શરૂ દેશે તો સેનાની તાકાત મજબૂત થશે.

એક સાથે 10 પરમાણુ અટેક કરવામાં સક્ષમ

ગ્લોબલ ટાઈમ્સ અનુસાર ગુઆંગુએ કહ્યું હતું કે તૂંગફૂંગ-41 ત્રણ સ્તરિય ઈઁધણ મિસાઈલ છે અને તેમાં ઓછામાં ઓછી 12,000 કિલોમીટરની મારક ક્ષમતા છે. તેનો મતલબ આ થયો કે ચીનથી દુનિયાના કોઈપણ ખુણામાં નિશાનો સાધી શકાશે. આ મિસાઈલ 10 પરમાણુ હથિયારોને એક સાથે લઈ જઈ શકે છે અને અલગ-અલગ નિશાનો લગાવી શકે છે.

અમેરિકા સામેની રણનીતિ

રશિયાના વિશેષજ્ઞો અનુસાર અમેરિકાને ધ્યાનમાં રાખીને આ મિસાઈલ તૈયાર કરવામાં આવી છે. આ મિસાઈલથી અમેરિકા અને યુરોપના બધા જ ભાગમાં નિશાનો લગાવી શકાય છે. ખબરો મુજબ અમેરિકાના ડોનાલ્ડ ટ્રંપના પ્રશાસન દ્વારા ચીન પર વધારાઈ રહેલા દબાણને કાઉન્ટર કરવા માટે આ મિસાઈલની રણનીતિ તરીકે જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ચીન પાસે લાંબા અને મધ્યમ અંતરની મિસાઈલોનો મોટો જથ્થો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો