એપશહેર

સરકારે તોડી નાખ્યું ઘર, ગુસ્સે ભરાયેલા ડ્રાઈવરે જાણી-જોઈને તળાવમાં પાડી બસ, 21ના મોત

Shailesh Thakkar | I am Gujarat 14 Jul 2020, 10:53 pm

બેઈજિંગ : ચીનમાં એક ડ્રાઈવરે સરકારની ઘર તોડવાની કાર્યવાહીથી ગુસ્સે થઈને મુસાફરોથી ભરેલી બસને જાણી-જોઈને તળાવમાં પાડી દીધી. આ દુર્ઘટનામાં 21 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા જ્યારે 15 અન્ય ઘાયલ થઈ ગયા. ચીનના ગુઈઝોઉ પ્રાંતની પોલીસે જણાવ્યું કે, ડ્રાઈવરે પાંચ લેનના રોડને ક્રૉસ કરી બસને તળાવમાં ઉલટાવી દીધી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

મૃતકોમાં ડ્રાઈવર અને પાંચ બાળકો શામેલ

ચીનની સરકારી મીડિયા ચાઈના સેન્ટ્રલ ટેલીવિઝન (CCTV) અનુસાર, આ બસમાં 12 સ્ટુડન્ટ્સ સવાર હતા, જેમાંથી 5ના મોત થઈ ગયા. આ સ્ટુડન્ટ્સ કૉલેજ એન્ટ્રેન્સ એક્ઝામમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટનામાં ડ્રાઈવરનું પણ મોત થઈ ગયું.

દુર્ઘટનાના દિવસે જ સરકારે પાડ્યું હતું ઘર

પોલીસ અનુસાર, ઝાંગ નામનો ડ્રાઈવર પોતાના જીવનથી અસંતુષ્ટ હતો અને તેના ભાડાના ઘરને પણ સ્થાનીક પ્રશાસને તોડી નાખ્યું હતું. બેઘર થવાને કારણે તે માનસિક રીતે ખૂબ ચિંતિત હતો. ચાઈના ડેઈલી અનુસાર, ઝાંગના ઘરને ટાઉન રિકન્સ્ટ્રક્શન પ્રૉજેક્ટ અંતર્ગત પાડી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે વળતર અને નવા ઘર માટે અરજી કરી પણ હતી. જ્યારે સરકાર તરફથી તેને ઘર માટે 10360 ડૉલરની રજૂઆત કરવામાં આવી તો તેણે ક્લેઈમ ન કર્યો અને મકાન લેવાની અરજી પણ પાછી ખેંચી લીધી.

બસ ચલાવતા પહેલા ખરીદ્યો દારૂ

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, સામાન્યપણે તે બપોરે પોતાની શિફ્ટ શરૂ કરતો હતો પણ દુર્ઘટનાવાળા દિવસે તેણે સવારે 9 વાગ્યે જ કામ શરૂ કરી દીધું. ઝાંગે શિફ્ટ શરૂ થતા પહેલા દારૂની એક બોટલ ખરીદી અને તેને પ્લાસ્ટિકની બીજી બોટલમાં પલટાવીને પીતો રહ્યો. આના કારણે કોઈને શંકા ન થઈ.

પ્રેમિકાને વીચેટ પર મોકલ્યો મેસેજ

ઝાંગે દુર્ઘટનાના થોડા સમય પહેલા જ પોતાની પ્રેમિકાને વીચેટ દ્વારા એક વૉઈસ મેસેજ મોકલ્યો હતો, જેમાં તેણે પોતાના જીવન અંગે નિરાશા વ્યક્ત કરી હતી. દુર્ઘટનાના થોડા સમય પહેલા જ ઝાંગ ડ્રાઈવિંગ કરતી વખતે દારૂ પી રહ્યો હતો. બાદમાં પોલીસને તપાસ દરમિયાન બસ પાસેથી તે બોટલ પણ મળી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો