એપશહેર

માનસિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે ચીનના નેવી સૈનિક, પાંચમાંથી એકની હાલત ખરાબ

ચીની સેનાને હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવાના આદેશ આપનાર શી જિનપિંગની ચિંતા વધી

I am Gujarat 31 Jan 2021, 9:58 pm
બેઈજિંગઃ ભારત, અમેરિકા અને તાઈવાન સહિત દુનિયાના મોટાભાગના દેશો સામે માથાકૂટ કરી રહેલા ચીનના નેવી સૈનિકોની હાલત હવે બગડવા લાગી છે. ચીનના એક સરકારી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેના નેવી સૈનિક મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે. આથી ચીની સેનાને હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવાના આદેશ આપનાર શી જિનપિંગની ચિંતા વધવાની છે.
I am Gujarat chinese navy sailors are suffering from serious mental health problems in south china sea
માનસિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે ચીનના નેવી સૈનિક, પાંચમાંથી એકની હાલત ખરાબ


માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે સૈનિકો
રિપોર્ટ અનુસાર, એક નવા રિસર્ચમાં એ જાણકારી સામે આવી છે કે ચીની નેવી સેનાની સબમરીનમાં કાર્યરત વિશેષ તો દક્ષિણ ચીન સાગરમાં તૈનાત ન્યૂક્લિયર સબમરીનમાં કામ કરનાર દરેક પાંચમાંથી એક નેવી સૈનિક માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે. તાજેતરના વર્ષોમાં ચીને દક્ષિણ ચીન સાગરમાં પોતાની નેવી તાકાત વધારી છે અને અમેરિકન નેવી દ્વારા સ્વતંત્ર તરીકે અવરજવર પર ભાર આપવાના કારણે આ ક્ષેત્ર યુદ્ધનું એક સ્થળ બન્યું છે.

ચીનના નેવી સૈનિક ચિકિત્સકીય વિશ્વવિદ્યાલયના રિપોર્ટમાં ખુલાસો
શાંઘાઈના નેવી સૈનિક ચિકિત્સકીય વિશ્વવિદ્યાલય તરફથી 500 નેવી અને અધિકારીઓ પર કરવામાં આવેલા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે ચીનના નેવી સૈનિક મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના ન્યૂઝ અનુસાર નેવીમાંથી પૂછાયેલા સવાલના જવાબના આધારે નિષ્કર્ષ નીકળો કે 21% કર્મચારીઓમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ છે.

મેદસ્વીપણાની સમસ્યાથી ઝઝૂમી રહ્યું ચીન
રિસર્ચ અનુસાર ચીનની સબમરીનમાં કામ કરનાર નેવી સૈનિક, ગભરાટ અને માનસિક ભય જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ પહેલા પણ એવા અનેક રિપોર્ટ આવી ચૂક્યા છે કે ચીનના સૈનિક મેદસ્વીપણાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેમના ભોજન અંગે અનેકવાર રિપોર્ટ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં કસરત ન કરવા અને જંકફૂડ ખાવાના કારણે ચીની સૈનિકોમાં મેદસ્વીપણાની સમસ્યા જોવા મળી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો