એપશહેર

20 વર્ષોથી કરી રહ્યા હતા એપાર્ટમેન્ટની સફાઈ, ગિફ્ટમાં મળ્યું નવું ઘર!

કોરોનાકાળમાં એપાર્ટમેન્ટની સફાઈ કરનાર મહિલાને થઈ રહી હતી ખૂબ જ મુશ્કેલી, મળી શાનદાર ગિફ્ટ

I am Gujarat 25 Jan 2021, 5:59 pm
કોરોનાએ લોકોની જિંદગી ખૂબ જ બદલી છે. કેટલાક લોકોની નોકરીઓ ગઈ તો કેટલાક લોકો વર્ષો પછી પોતાના પરિવાર સાથે રહી શક્યા. જોકે, કેટલાક લોકો એવા પણ હતા જેમના માટે કશું જ બદલ્યું નથી. ઉલ્ટાનું તેઓ વધારે કામ કરવા લાગ્યા છે. જેને દુનિયાએ 'કોરોના વોરિયર્સ'નું ઉપનામ આપ્યું છે. આવા જ એક સફાઈ કર્મચારી છે. રોઝા, ગત 20 વર્ષોથી સફાઈ કર્મચારી છે અને તેને કોરોનાકાળમાં ખૂબ જ તકલીફ થઈ છે. તેઓ ન્યૂયોર્ક લક્ઝરી એપાર્ટમેન્ટની સાફ સફાઈ કરે છે.
I am Gujarat cleaning lady gets gift from residents of apartment news from new york
20 વર્ષોથી કરી રહ્યા હતા એપાર્ટમેન્ટની સફાઈ, ગિફ્ટમાં મળ્યું નવું ઘર!


મળી ગયું એક નવું ઘર
ઈન્ડિયા ટાઈમ્સ અનુસાર, રોઝને અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક ચાર બેડરુમ અને ત્રણ બાથરુમનું ઘર આપવામાં આવ્યું છે. આવું એટલા માટે કરવામાં આવ્યું કે કોરોનાકાળમાં પણ તે પોતાનું જ કામ કરી રહી હતી. ગત દિવસોમાં રોઝાની આર્થિક હાલત પણ સ્વસ્થ નહોતી. એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. રોઝા લિફ્ટની પાસે ઉભી છે અને વિચારે છે કે તેને એપાર્ટમેન્ટની સફાઈ કરવા માટે બોલાવવામાં આવી છે. જોકે, તે ફ્લેટ તેને ગિફ્ટમાં આપવામાં આવે છે. જે પછી તેને એકદમ આશ્ચર્ય થાય છે.

રહેવાસીઓએ 'કોરોના વોરિયર' સફાઈ કર્મચારી રોઝાને ભેટ આપી હતી


લોકોએ કરી તેમની મદદ
જેમ કે રોઝાની મુશ્કેલી એપાર્ટમેન્ટના લોકોને ખબર પડી તો તેમણે રોઝા માટે કશુંક કરવાનું વિચાર્યું. આ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ જ તે ફ્લેટને બે વર્ષના લીઝ પર રહીને રોઝાને આપ્યો છે. જે એજન્ટ તેને આ ગિફ્ટ આપે છે તે જ જણાવે છે કે આ જગ્ય પર રહેતા લોકો રોઝાના ફેન છે અને તેમણે જ આ ગિફ્ટ આપી છે.

આવ્યા ખુશીના આંસુ
જેવું એજન્ટે રોઝાને એ જણાવ્યું કે આ ફ્લેટ તેનો છે અને તે બે વર્ષ માટે પોતાના પરિવાર સાથે રહી શકે છે તો તેની આંખમાંથી આંસુ નીકળી ગયા હતાં અને તે રડવા લાગી હતી. નોંધનીય છે કે રોઝાને અહીંના લોકો એક સેલેબ્રિટી માને છે કારણકે તે હંમેશા પોતાનું કામ ખુશી-ખુશી જ કરે છે. ભલે તેની જિંદગીમાં ગમે તેટલું પણ દુઃખ કેમ ન હોય.

Read Next Story