એપશહેર

નહીં બને કોરોનાની વેક્સીન, ટ્રમ્પ પણ હારશે... આ જ્યોતિષીની ભવિષ્યવાણીએ બધાને ચોંકાવ્યા

કોરોના વાયરસને લઈને સચોટ ભવિષ્યવાણી કરનારાના બ્રિટનના મહિલા જ્યોતિષીએ ખુલાસો કર્યો છે કે આ મહામારીનો અંત ક્યારે આવશે. તેમણે બ્રેક્ઝિટ અને અમેરિકાની ચૂંટણી વિશે પણ ભવિષ્યવાણી કરી છે.

I am Gujarat 20 Oct 2020, 9:09 pm
લંડન: કોરોનાની સચોટ ભવિષ્યવાણીનો દાવો કરનારી બ્રિટિશ જ્યોતિષીએ ખુલાસો કર્યો કે, આ મહામારી ક્યાં સુધી ચાલશે. તેમણે એમ પણ જણાવ્યું કે, બ્રિટનમાં આ મહામારી ક્યાં સુધી રહેશે અને અમેરિકાની ચૂંટણીમાં શું થશે. મિરર ડોટ કો ડોટ યુકેના અહેવાલ મુજબ, બ્રિટિશ જ્યોતિષી જેસિકા એડમ્સે ફેબ્રુઆરી 2019માં જ એવો દાવો કર્યો હતો કે, એક વાયરસ સમગ્ર દુનિયાને બરબાદ કરી દેશે. જોકે, એ સમયે તેમના આ દાવા પર કોઈએ વિશ્વાસ નહોંતો કર્યો.
I am Gujarat Jessica Adams


લંડન છોડીને તસ્માનિયાને બનાવ્યું રહેઠાણ
જ્યોતિષી જેસિકા એડમ્સને પોતાની ભવિષ્યવાણી પર એટલો વિશ્વાસ હતો કે, તેમણે માર્ચ 2020માં બુક કરેલી એક પાર્ટીને રદ કરી દીધી હતી. એટલું જ નહીં, તેઓ લંડનમાં આવેલું પોતાનું ઘર છોડીને તસ્માનિયા જતા રહ્યાં હતા. હજુ પણ તેઓ તસ્માનિયામાં જ પોતાના બે પાલતુ શ્વાન અને એક મરઘી સાથે રહે છે.

'કોરોના વેક્સીન નહીં બને, તેની સાથે જીવવું પડશે'
તેમણે ડેલી મેલ સાથેની વાતચીતમાં દાવો કર્યો કે, આગામી વર્ષ સુધી બ્રિટનમાંથી કોરોના વાયરસ લગભગ ખતમ થઈ જશે. જ્યારે કે, સમગ્ર દુનિયાને હજુ કોરોના વાયરસની સાથે જ કામ કરવું પડશે. તેમણે દાવો કર્યો કે, કોરોના વાયરસની કોઈપણ વેક્સીન નહીં બની શકે. એટલે, આપણે તેની સાથે જ જીવવાનું શીખવું પડશે.

'ટ્રમ્પ નહીં હોય અમેરિકાના આગામી પ્રેસિડન્ટ'
અમેરિકાની ચૂંટણીને લઈને તેમણે દાવો કર્યો કે, ત્યાં બાબતો સરળ નથી ચાલી રહી અને ચૂંટણીમાં મોડું થઈ શકે છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, અમેરિકાની પાસે એક નવા નેતા હશે. તે ડોનાલ્ડ ટ્રમ્પ માટે સારા સમાચાર નથી. તેઓ અમેરિકાના પ્રેસિડન્ટ નહીં હોય.

બ્રેક્ઝિટને લઈને મોટો દાવો
જેસિકા એડમ્સે બ્રેક્ઝિટને લઈને મોટો દાવો કર્યો. તેમણે કહ્યું કે, બ્રિટન ચાર અલગ-અલગ દેશોમાં વહેંચાઈ જશે. તેમણે કહ્યું કે બ્રિટન માટે જાન્યુઆરી 2021 નોંધ કરવા જેવું વર્ષ છે. તે બ્રિટનને રોમન આક્રમણ પહેલાના 2000 વર્ષ જૂના સમયમાં ધકેલવાનું છે.

2026માં ખતમ હશે જળવાયુ પરિવર્તન ઈમરજન્સીતેમણે દાવો કર્યો છે કે, 2026માં દુનિયામાંથઈ જળવાયુ પરિવર્તન ઈમરજન્સીનો અંત આવી જશે. તેનાથી ગ્રેટ થનબર્ગ પણ એક સામાન્ય જીવન જીવી શકશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો