એપશહેર

USમાં કોરોનાનો ચેપ રોકવા બાઈડને કમર કસી, માસ્કને લઈને કહી મોટી વાત

બાઈડને હજી સત્તાવાર રીતે પ્રમુખ પદની જવાબદારી સંભાળી નથી પરંતુ કોરોના ફેલાતો રોકવા માટે તેમણે એક વાત કહી છે

I am Gujarat 5 Dec 2020, 11:43 pm
અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ જો બાઈડન અમેરિકનોને માસ્ક પહેરવાની અપીલ કરશે. બાઈડને કહ્યું છે કે તેઓ પોતાના દેશના નાગરિકોને કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે 100 દિવસ સુધી માસ્ક પહેરવાની અપીલ કરશે.
I am Gujarat biden mask


તેમણે કહ્યું છે કે, તેમનું માનવું છે કે જો પ્રત્યેક અમેરિકન માસ્ક પહેરશે તો કોવિડ-19ના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. આ ઉપરાંત તેમણે તે પણ કહ્યું હતું કે, તેઓ તમામ સરકારી સંસ્થાઓમાં માસ્ક પહેરવા માટે ઓર્ડર કરશે. અમેરિકામાં અત્યાર સુધી કોરોનાના 14.1 મિલિયન કેસ નોંધાયા છે અને 2,76,000 લોકોના મોત થયા છે.

ચૂંટણી બાદ ઉપપ્રમુખ કમલા હેરિસ સાથે પ્રથમ સંયુક્ત ઈન્ટરવ્યુમાં બાઈડને જણાવ્યું હતું કે, હું પ્રથમ દિવસે લોકોને 100 દિવસ સુધી માસ્ક પહેરવાનું કહીશ. હું તેને કાયમી નહીં પરંતુ ફક્ત 100 દિવસ જ માસ્ક પહેરવાનું કહીશ. અને મારું માનવું છે કે પ્રત્યેક નાગરિક આવું કરશે તો આપણે નોંધપાત્ર ઘટાડો જોઈ શકીશું.

બંધારણના નિષ્ણાંતોનું કહેવું છે કે અમેરિકન પ્રમુખ કાયદાકિય રીતે અમેરિકનોને માસ્ક પહેરવાનો આદેશ આપી શકે નહીં, પરંતુ બાઈડને ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે અને તેમના ઉપપ્રમુખ કમલા હેરિસ માસ્ક પહેરીને લોકો સામે ઉદાહરણ રજૂ કરશે. તેમણે કહ્યું હતું કે હું એક સ્ટેન્ડિંગ ઓર્ડર જાહેર કરીશ જેમાં ફેડરલ બિલ્ડિંગ્સમાં માસ્ક પહેરવાનું કહીશ. ટ્રાન્સપોર્ટેશન, ઈન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટેશનમાં માસ્ક ફરજિયાત કરીશ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો