એપશહેર

શા માટે કોરોનાથી બચી ગયા છે બાળકો? વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કારણ

કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં મોટા ભાગે પુખ્ત અને ઉંમરલાયક લોકોનો સૌથી વધુ ભોગ લેવાયો છે

I am Gujarat 14 Nov 2020, 7:31 pm
વોશિંગ્ટનઃ કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં રહ્યો છે અને આ જીવલેણ વાયરસ પુખ્તવય તથા ઉંમરલાયક લોકો માટે વધારે ઘાતક સાબિત થયો છે. જોકે, નોવલ કોરોના વાયરસથી બાળકો બચી ગયા છે. બાળકો આ વાયરસની ઝપટમાં કેમ નથી આવ્યા તે તમામ લોકોનો પ્રશ્ન છે. પરંતુ વૈજ્ઞાનિકોએ આ સવાલનો જવાબ શોધી કાઢ્યો છે. અમેરિકાના વેન્ડેર્બિલ્ટ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર (વીયુએમસી) સહિતના સંશોધકોના જણાવ્યા પ્રમાણે બાળકોમાં કોરોના વાયરસ SARS-CoV-2ને ફેફસામાં દાખલ થવા માટે જરૂરી પ્રોટિનનું સ્તર ઘણું ઓછું હોય છે.
I am Gujarat children corona


જર્નલ ઓફ ક્લિનિકલ ઈન્વેસ્ટિગેશનમાં પ્રકાશિત સ્ટડી મુજબ આ શોધથી સારવારાં આ પ્રોટિનને બ્લોક કરવા અથવા તો ઉંમરલાયક લોકોમાં કોરોનાના ચેપને અટકાવવામાં મદદ મળશે. વીયુએમસીના આ શોધના સહલેખક જેનિફર સુર્કેએ જણાવ્યું હતું કે, અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શા માટે નાના બાળકો તથા યુવાન બાળકોને કોરોના ચેપ લાગવાનું જોખમ ઓછુ રહેલું હોય છે અથવા તો તેમને વાયરસના ગંભીર લક્ષણો હોતા નથી.

સંશોધકોએ સમજાવ્યું હતું કે, વાઈરલ પાર્ટિકલ શ્વાસ દ્વારા ફેફસામાં જાય છે ત્યારબાદ એસીઈ2 સાથે જોડાયેલા પ્રોટિન સ્પાઈક થાય છે જે ફેફસાના સેલ્સ પર રહેલા રિસેપ્ટર હોય છે. તેમણે કહ્યું હતું કે, TMPRSS2 તરીકે ઓળખાતું બીજુ પ્રોટિન આ સ્પાઈક્સના ટૂકડા કરી દે છે જે વાયરસને ફેફસામાં દાખલ થવા દે છે.

અમારા સંશોધનનું મુખ્ય ફોકસ ફેફસાના વિકાસ પર રહ્યું હતું અને બાળકોના ફેફસા યુવાનો અને વયસ્ક લોકોના ફેફસા કેવી રીતે અલગ હોય છે તે જોવાનું હતું. આ સંશોધનમાં સિંગલ સેલ આરએનએ સિક્વન્સિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેમ સંશોધકોએ જણાવ્યું હતું.

Read Next Story