એપશહેર

ચીનની સિનોવેક વેક્સીન કોરોના પર માત્ર 50 ટકા જ અસરકાર, નવા ડેટામાં થયો ખુલાસો

ગત અઠવાડિયે આ રસીના ટ્રાયલના ત્રીજા તબક્કાના જે ડેટા જાહેર કરવામાં આવ્યો હતો તેના કરતા ઘણી ઓછી અસરકાર નીકળી મેડ ઈન ચાઈનાની આ કોરોના રસી

I am Gujarat 13 Jan 2021, 5:28 pm
બ્રાઝિલમાં ચીનની સિનોવેક બાયોટેક (Sinovac Biotech) વેક્સીનનો નવો ડેટા રજૂ કર્યો છે. ડેટામાં વેક્સીનની એફીકેસી રેટ માત્ર 50.4 ટકા મળી આવ્યો છે જે આ પહેલા જાહેર કરેલા ડેટા કરતા ખુબ જ ઓછો છે.
I am Gujarat coronavirus sinovac vaccine to be less effective than previous data
ચીનની સિનોવેક વેક્સીન કોરોના પર માત્ર 50 ટકા જ અસરકાર, નવા ડેટામાં થયો ખુલાસો


તમને જણાવી દઈએ કે આ રસી ટ્રાયલના ત્રીજા તબક્કાના ડેટા ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં રસી 75 ટકા અસરકારક હોવાનું જણાવાયું હતું અને તેની કટોકટીનો ઉપયોગ કરવા માટે પરવાનગી પણ માંગવામાં આવી હતી.

બ્રાઝિલમાં સિનોવેક રસીની ભાગીદાર બુટાનટન સંસ્થાએ લોકોને આગ્રહ કર્યો છે કે રસીના નવા એપીકેસી રેડ પર ધ્યાન ન આપો. આ ચાઈનીસ રસીનું નામ કોરોનાવેક છે. બુટાનટન સંસ્થાએ આ રસીનો નવો ડેટા બ્રાઝિલિયન હેલ્થ રેગ્યુલેટરની સામે રજૂ કર્યો, જેમાં તેનો એફીકેસી રેટ 50.4 ટકા હોવાનું જણાવાયું છે.

બુટાનટનના ક્લિનિકલ રિસર્ચના મેડિકલ ડિરેક્ટર રિકાર્ડો પેલેસિઓસે નવા ડેટાની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે રસીનો એફીકેસી રેટ ઓછો આવ્યો છે કારણ કે આ ટ્રાયલમાં હળવા લક્ષણોવાળા દર્દીઓનો પણ સમાવેશ થાય છે.

બીજી તરફ અમેરિકાની ફાઈઝર-બાયોએનટેક રસી વિશે વાત કરીએ તો તેનો એફીકેસી દર ત્રીજા તબક્કાના ટ્રાયલમાં 95 ટકા હોવાનું જણાયું છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપનીએ મળીને કોરોનાની રસી તૈયાર કરી છે. આ રસીને AZD1222 નામથી તૈયાર કરવામાં આવી રહી છે. જ્યારે ભારતમાં આ રસી કોવીશિલ્ડ (Covishield)ના નામથી તૈયાર થઈ રહી છે. ઓક્સફોર્ડની રસીની ટ્રાયલ બે પ્રકારે થઈ છે. એક ટ્રાયલમાં ઈંગ્લેન્ડમાં પહેલા અડધો ડોઝ અને ત્યારબાદ એક મહિના પછી આખો ડોઝ આપવામાં આવ્યો. આ પ્રકારે રસી 90 ટકા પ્રભાવી જોવા મળી.

Read Next Story