એપશહેર

ચીનના અધિકારીઓના ભ્રષ્ટાચારથી દુનિયામાં ફેલાયો કોરોના

દુનિયાભરમાં કોરોના વાયરસના ફેલાવાને લઈને ચીન ફરી એકવખત સવાલોના ઘેરામાં છે.

Agencies 3 Dec 2020, 9:59 pm
બેઈજિંગ: કોરોના વાયરસ ફેલાવવાને લઈને ચીન ફરી એકવખત સવાલોના ઘેરામાં છે. તાજેતરમાં કરાયેલી એક તપાસમાં ખુલાસો થયો છે કે, ચીનની ટોચની રોગ નિયંત્રણ એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના અધિકારીઓની બેદરકારીથી દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું. આ એજન્સીના અધિકારીઓના ભ્રષ્ટાચાર અને પક્ષપાતના કારણે મોટાપ્રમાણમાં ગરબડ થયાનું સામે આવ્યું છે. એ કારણે કોરોના વાયરસના ફેલાવાને રોકવાના શરૂઆતના પ્રયાસમાં અડચણ આવી.
I am Gujarat China corruption


ન્યૂઝ એજન્સી એસોસિએટ પ્રેસની તપાસમાં ખુલાસો થયો છે કે, ચીનની સીડીસીના અધિકારીઓએ તપાસ કિટોની ડિઝાઈન અને વિતરણના અધિકાર ખાસ કરીને શાંઘાઈની ત્રણ એવી કંપનીઓને આપ્યો, જેની સાથે અધિકારીઓના વ્યક્તિગત સંબંધ હતા. આ કંપનીઓ વિશે જોકે ત્યાં સુધી લોકોએ સાંભળ્યું પણ ન હતું. આ તપાસ 40થી વધુ તબીબો, સીડીસી કર્મચારીઓ, આરોગ્ય તજજ્ઞો અને ઉદ્યોગ વિશે જાણકારી રાખનારાની સાથે જ આંતરિક દસ્તાવેજો, કરારો, સંદેશો અને ઈ-મેલ પર આધારિત છે.

ટેસ્ટ કિટ બનાવનારી કંપનીઓ પાસેથી લીધી દલાલી
આ મામલે અને લેણ-દેણ વિશે જાણકારી રાખનારા બે સૂત્રો મુજબ, શાંઘાઈની કંપનીઓ- જીનિયોડીએક્સ બાયોટેક, હુઈરુઈ બાયોટેકનોલોજી અને બાયોજર્મ મેડિકલ ટેકનોલોજીએ ચીન સીડીસી માહિતી અને પ્રસારણ અધિકાર માટે ચૂકવણી કરી. તેમણે પોતાનું નામ જાહેર ન કરવા કહ્યું હતું. સૂત્રોએ કહ્યું કે, કિંમત દરેક માટે 10 લાખ આરએમબી (1,46,600 ડોલર) હતી. એ સ્પષ્ટ નથી કે, શું રકમ ખાસ વ્યક્તિઓ પાસે ગઈ?

ટેસ્ટ કિટોથી વાયરસની તપાસમાં અધિકારીઓએ અડચણ ઊભી કરી
આ દરમિયાન સીડીસી અને તેની પિતૃ એજન્સી નેશનલ હેલ્થ કમીશને અન્ય વૈજ્ઞાનિકો અને સંગઠનોને પોતાના ડોમેસ્ટિક કિટોથી વાયરસની તપાસ કરતા રોકવાનો પ્રયાસ કર્યો. તેમણે દર્દીઓના નમૂનાના નિયંત્રણ લઈ લીધા અને કોરોના વાયરસથી કેસોની પુષ્ટિ માટે તપાસના માપદંડોને વધુ જટિલ બનાવી દીધા. એવા સમયમાં જ્યારે વાયરસ ધીમો થઈ શકતો હતો, ખામીયુક્ત તપાસ પ્રણાલીએ વૈજ્ઞાનિકો અને અધિકારીઓને એ જોવાથી રોકી દીધા કે તે કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો હતો.

શરુઆતમાં કોરોનાને ઓળખી ન શક્યા ચીનના અધિકારી
ચીનના અધિકારી 5 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી વચ્ચે કોઈપણ નવા કેસને ઓળખવામાં નિષ્ફળ રહ્યા, જ્યારે કે વુહાનમાં હજારો લોકો સંક્રમિત હતા. આ શહેરમાં પહેલી વખત વાયરસ સામે આવ્યો હતો. મામલાને લઈને આ સંભવિત શાંતિનો અર્થ છે કે લોકોને તે અગે ચેતવણી આપવી અને લોોકને મોટી સંખ્યામાં એક જગ્યાએ એકત્ર થતા રોકવા સંબધી શરૂઆતની કાર્યવાહી કરવામાં અધિકારીઓની પ્રતિક્રિયા ધીમી હતી.

ટેસ્ટ કિટોમાં અછતથી દુનિયામાં ફેલાયો કોરોના
તપાસમાં એવો પણ આરોપ લગાવાયો કે, તેનાથી ટેસ્ટ કિટોની પણ અછત થઈ ગઈ, જેનાથી ઘણા સંક્રમિતો ચેકઅપનો લાભ ન લઈ શક્યા. અનય્ ભૂલો અને મોડી તપાસની સમસ્યાઓથી વાયરસ વુહાનમાં ફેલાઈ ગયો અને દુનિયાભરમાં ફેલાવાની તક આપી દીધી. કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં વૈશ્વિક આરોગ્ય માટે સીનિયર ફેલો યાનઝોંગ હુઆંકે કહ્યું કે, કેમકે તમારી પાસે ટેસ્ટ કિટ ઉપલબ્ધ કરાવનારી માત્ર ત્રણ કંપનીઓ હતી, એટલે તપાસની ક્ષમતા ઘણી મર્યાદિત થઈ ગઈ.

અધિકારીઓની બેદરકારીથી વધી મૃતકોની સંખ્યાતેમણે કહ્યું કે, આ એક મુખ્ય સમસ્યા હતી, જેનાથી કેસો અને મોતોની સંખ્યામાં ઝડપથી વધારો થયો. ચીનના વિદેશ મંત્રાલય અને ચીનની ટોપ હેલ્થ એજન્સી- નેશનલ હેલ્થ કમીશનએ આ મામલે પ્રતિક્રિયાના અનુરોધ પર કોઈ જવાબ ન આપ્યો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો