એપશહેર

જે કોરોના વેક્સીનની રાહ જોઈ રહ્યું છે ભારત, તેને લઈને રશિયામાં રહસ્યમય મૌન

રશિયાએ પોતાની કોરોના વેક્સીનને ગત મહિને રજિસ્ટર કરી હતી. જોકે, હજુ પોતાના દેશમાં તેની ડિલિવરી ક્લિનિકલ ટ્રાયલ ઉપરાંત ઘણો ઓછો સપ્લાય કરાઈ રહ્યો છે.

Agencies 20 Sep 2020, 9:37 pm
મોસ્કો: લગભગ એક મહિના પહેલા રશિયાએ દુનિયાની પહેલી કોરોના વાયરસ વેક્સીનને રજિસ્ટર કરી દુનિયાને ચોંકાવી દીધા હતા. ત્યાં સુધી કે, તે નવેમ્બર સુધી ઈમરજન્સી ઉપયોગ માટે અપ્રુવલની વાતો પણ થવા લાગી હતી. આ દરમિયાન સ્વાસ્થ્ય અધિકારીઓ અને એક્સપર્ટસે કહ્યું છે કે, રશિયાએ હજુ ટ્રાયલ ઉપરાંત વધુ લોકોને વેક્સીન નથી આપી. એટલું જ નહીં, મોટા-મોટા વિસ્તારોમાં ઘણા ઓછા ડોઝ મોકલવામાં આવી રહ્યા છે.
I am Gujarat Russian Vaccine
રશિયાએ રહસ્યમય રીતે વેક્સીનેશન કેમ્પેન ધીમું કરી દીધું છે.


વેક્સિનેશન કેમ્પેન ધીમું હોવાનું કારણ હજુ સમજી શકાયું નથી. તેની પાછળ મર્યાદિત ઉત્પાદન ક્ષમતા પણ હોઈ શકે છે. એક મત એવો પણ છે કે, કદાચ આવા ઉત્પાદને વધારે લોકોને આપવામાં ખચકાટ અનુભવાઈ રહ્યો છે. તાજેતરમાં જ 20 લાખ લોકોવાળા ક્ષેત્રમાં માત્ર 20 લોકો માટે ડોઝનું શિપમેન્ટ મોકલાયું.

રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે એ નથી જણાવ્યું કે, કેટલાક લોકોને રશિયામાં વેક્સિનેટ કરાયા છે. દેશના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોએ કહ્યું કે, રશિયાના પ્રાંતોમાં નાના શિપમેન્ટ મોકલાયા છે. જોકે, તેમણે એમ પણ ન જણાવ્યું કે, કેટલા ડોઝ મોકલાયા છે અને ક્યાં સુધીમાં ઉપલબ્ધ થઈ શકશે. તેમણે એ જણાવ્યું હતું કે, સેન્ટ પીટર્સબર્ગની પાસે લેનિનગ્રેડ રીજનમાં સૌથી પહેલા સેમ્પલ વેક્સીન મોકલવામાં આવશે.

તો, એસોસિએશન ઓફ ક્લિનિકલ ટ્રાયલ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર સસ્વેતલાના જાવિડોવાનું કહેવું છે કે, જો આ વેક્સીનનું ઉત્પાદન મર્યાદિત થાય તો સારું છે, કેમકે તેને ઉતાવળે અપ્રુવલ આપવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં લાન્સેટમાં પ્રકાશિત એક સ્ટડી મુજબ, આ વેક્સીન સુરક્ષિત છે. ફેઝ-1 અને ફેઝ-2ના આંકડા મુજબ, તેણે સેલ્યુલર અને એન્ટીબોડી રિસ્પોન્સ જનરેટ કર્યા હોવાનું જોવા મળ્યું હતું. ફેઝ-2 ટ્રાયલના પરિણામો ઓક્ટોબર-નવેમ્બરમાં પ્રકાશિત થવાની શક્યતા છે.

રશિયાના સોવરેન વેલ્થ ફંડ The Russian Direct Investment Fund (RDIF)એ ભારતમાં કોરોના વાયરસની વેક્સીન Sputnik Vના ક્લિનિકલ ટ્રાયલ અને ડિસ્ટ્રિબ્યૂશન માટે ડો.રેડ્ડીઝ લેબ સાથે હાથ મિલાવ્યો છે. બન્ને કંપનીઓ વચ્ચે થયેલી સમજૂતી આધારે RDIF ભારતીય કંપનીને વેક્સીનના 10 કરોડ ડોઝ સપ્લાય કરશે. RDIFના CEO Kirill Dmitrievએ ઈટીને જણાવ્યું કે, Sputnik V વેક્સીન એડિનોવાયરલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત છે. જો તેનું ટ્રાયલ સફળતાપૂર્વક થાય છે તો તે નવેમ્બર સુધીમાં ભારતમાં ઉપલબ્ધ થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો