એપશહેર

બ્રિટેનના ક્વીન એલિઝાબેથના સ્વાસ્થ્ય અંગે ડૉક્ટર્સે ચિંતા વ્યક્ત કરી, રોયલ ફેમિલી બેલ્મોરલ પેલેસ પહોંચી

Queen Elizabeth II Health: બ્રિટેનના ક્વીન એલિઝાબેથ દ્વિતીયના સ્વાસ્થ્ય અંગે ડૉક્ટર્સે ચિંતા વ્યક્ત કરતાં રોયલ પરિવાર બેલ્મોરલ પેલેસ ખાતે પહોંચી રહ્યો છે. એટલું જ નહીં, બ્રિટેનના લોકો પણ બકિંઘમ પેલેસ અને બેલ્મોરલ પેલેસ ખાતે પહોંચી રહ્યા છે અને ક્વીનના સારા સ્વાસ્થ્ય અંગે પ્રાથના કરી રહ્યા છે. ક્વીન અત્યારે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.

Edited byHarshal Makwana | TNN 8 Sep 2022, 9:58 pm

હાઈલાઈટ્સ:

  • ક્વીનના ખરાબ સ્વાસ્થ્ય અંગે બકિંઘમ પેલેસે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું
  • ક્વીનના ખરાબ સ્વાસ્થ્યના સમાચાર સામે આવતાં જ રોયલ પરિવાર બેલ્મોરલ પેલેસ ખાતે પહોંચી રહ્યા છે
  • ક્વીન અત્યારે 96 વર્ષના છે અને બ્રિટેન પર શાસનના 70 વર્ષ થઈ ચૂક્યા છે

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Queen Elizabeth II Health
ઈંગ્લેન્ડના ક્વીન એલિઝાબેથના સ્વાસ્થ્ય અંગે ડૉક્ટર્સે ચિંતા વ્યક્ત કરી, રોયલ ફેમિલી બાલમોરલ પેલેસ પહોંચી
Queen Elizabeth II Health: બ્રિટેનના 96 વર્ષીય ક્વીન એલિઝાબેથ દ્વિતીય તબિયત નાજુક બનેલી છે. ડૉક્ટર્સે ક્વીન એલિઝાબેથ દ્વિતીયના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતાં જ રોયલ પરિવાર બેલ્મોરલ પેલેસ ખાતે આવી રહ્યા છે. અત્યારે ક્વીન એલિઝાબેથને ડૉક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ક્વીન એલિઝાબેથની તબિયત લથડતાં બ્રિટેનના રાજનેતાઓ તેમજ દુનિયાભરના નેતાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડના લોકો પણ બકિંઘમ પેલેસ ખાતે એકઠા થઈ રહ્યા છે. બ્રિટેન ઉપર સૌથી લાંબા સમય સુધી રાજ કરનાર ક્વીન એલિઝાબેથની તબિયત ગત ઓક્ટોબર મહિનાથી બરાબર નથી, જેના કારણે તેઓને ચાલવામાં અને ઉભા રહેવામાં પણ તકલીફ પડી રહી છે.
તેમના તમામ બાળકો- 73 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સ, 72 વર્ષીય પ્રિન્સેસ એન્ની, 62 વર્ષીય પ્રિન્સ એન્ડ્ર્યૂ અને 58 વર્ષીય પ્રિન્સ એડવર્ડ સ્કોટલેન્ડમાં આવેલાં બેલ્મોરલ પેલેસ ખાતે પહોંચી રહ્યા છે. આ ઉપરાંત પ્રિન્સ ચાર્લ્સના સૌથી નાના પુત્ર પ્રિન્સ હેરી, તેમની પત્ની મેઘન પોતાના પુત્ર સાથે બેલ્મોરલ પહોંચી રહ્યા છે. રોયલ પરિવારને તરછોડ્યા બાદ પ્રિન્સ હેરી અમેરિકામાં સ્થાયી થયા છે, અને તેઓ ખુબ ઓછી બ્રિટેનની મુલાકાતે આવે છે.

બકિંઘમ પેલેસે ક્વીનના સ્વાસ્થ્ય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ક્વીન એલિઝાબેથ દ્વિતીય ડૉક્ટર્સની દેખરેહ હેઠળ છે. ડૉક્ટર્સે તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ પોતાની પ્રિવી કાઉન્સિલની બેઠક રદ કરી દીધી છે અને તેમને આરામ કરવા માટે કહેવામાં આવ્યું છે. બ્રિટેનના નવનિયુક્ત પીએમ લિઝ ટ્રસે ક્વીનના સ્વાસ્થ્ય અંગે કહ્યું કે, બકિંઘમ પેલેસની આ ખબરથી સમગ્ર દેશ ચિંતિંત છે. તેઓએ ટ્વીટર પર લખ્યું કે, આ સમયે મારી અને સમગ્ર દેશની પ્રાથના ક્વીન અને તેમના પરિવારની સાથે છે.

ક્વીન એલિઝાબેથની ઉંમર 96 વર્ષની છે અને બ્રિટેન પર શાસનના 70 વર્ષ થઈ ચૂક્યા છે. તેઓને અત્યાર સુધી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા નથી. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેઓ કોરોનાથી સ્વસ્થ થયા હતા. પણ કોરોના મહામારીએ તેમને નબળા બનાવી દીધા હતા. જો કે, રોયલ પેલેસ દ્વારા ક્વીનના સ્વાસ્થ્યને લઈને વધુ માહિતી આપવામાં આવી નથી. પણ એક્સપર્ટનું કહેવું છે કે, જ્યાં સુધી કાંઈક મહત્વપુર્ણ ન હોય ત્યાં સુધી પેલેસ દ્વારા ક્વીનના સ્વાસ્થ્ય અંગે હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવતું નથી.

Read Next Story