એપશહેર

જો બાઇડનની શપથ પહેલા અમેરિકા છોડી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ, અટકળો તીવ્ર બની

ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડનના રાષ્ટ્રપ્રમુખ બનતા પહેલા સ્કોટલેન્ડ જઈ શકે છે, આ દરમિયાન તેઓ વર્ષ 2024ની ચૂંટણી લડવાની પણ કરી શકે છે જાહેરાત

I am Gujarat 5 Jan 2021, 2:55 pm
વોશિંગ્ટન: અમેરિકામાં અટકળોએ જોર પકડ્યું છે કે 20 જાન્યુઆરીએ બાઇડન રાષ્ટ્રપ્રમુખ પદની શપથ લેતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ દેશ છોડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સ્કોટલેન્ડ જવાની યોજના બનાવી રહ્યા છે. ચૂંટણીના પરાજય બાદ ટ્રમ્પ આને પચાવવામાં સફળ રહ્યા નથી અને પરિણામો પર સતત સવાલ ઉભા કરી રહ્યા છે. હવે 19 જાન્યુઆરીના રોજ સ્કોટલેન્ડમાં ટ્રમ્પ માટે ઉપયોગમાં લેવાતા યુ.એસ. સૈન્ય વિમાન ઉતરવાના અહેવાલ પછી અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.
I am Gujarat 16
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઈલ તસવીર


બાઈડન રાષ્ટ્રપ્રમુખ બને તે પહેલા ટ્રમ્પ સ્કોડલેન્ડ પહોંચશે!
19 જાન્યુઆરીના રોજ સ્કોટલેન્ડના પ્રેસ્ટવિક એરપોર્ટને યુએસ આર્મીના બોઇંગ 757 વિમાનને ઉતરવાની સૂચના આપવામાં આવી છે. આ પેસેન્જર વિમાન ક્યારેક- ક્યારેક ટ્રમ્પ દ્વારા ઉપયોગમાં લેવાય છે. આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ બાઇડન રાષ્ટ્રપ્રમુખ બને તે પહેલાં જ સ્કોટલેન્ડ પહોંચશે. અટકળો એવા સમયે આવી છે જ્યારે અમેરિકામાં કહેવાઈ રહ્યું છે કે, ટ્રમ્પ બાઈડનના શપથના દિવસે વર્ષ 2024માં ફરીથી ચૂંટણી લડવાની જાહેરાત રાષ્ટ્રપ્રમુખના એરફોર્સ વન વિમાનમાં કરશે.

બાઇડનના શપથના દિવસે ટ્રમ્પ કરી શકે છે 2024ની ચૂંટણી લડવાની જાહેરાત
એનબીસી ન્યૂઝના વરિષ્ઠ પત્રકાર કેન ડિલનિઆને ટ્વીટ કર્યું હતું કે, ટ્રમ્પ 2024માં ચૂંટણી લડવાની જાહેરાત બાઇડનના શપથના દિવસે કરી શકે છે. આ રીતે ટ્રમ્પ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે નહીં અને તેમની પાસે વ્હાઈટ હાઉસમાં બોલાવવા અથવા ફોન કરવાની કોઈ યોજના નથી. સ્કોટલેન્ડના અખબાર ધ હેરાલ્ડમુજબ ટ્રમ્પ જે પણ વિમાનમાં ઉડાન ભરે છે તેનો ખાસ કોલ સાઇન હોય છે. જેમાં તેમનું અંગત બોઇંગ 757 વિમાન શામેલ છે.

સ્કોટલેન્ડમાં ટ્રમ્પનો એક ગોલ્ફ રિસોર્ટ
સ્કોટલેન્ડના એર ટ્રાફિક કંટ્રોલરને વિશિષ્ટ યુએસ કોલ સાઇન વાળા વિમાન વિશે માહિતી મળી છે, પરંતુ હજી સુધી તે જાણી શકાયું નથી કે ક્યા વિમાન આવી રહ્યા છે. એરપોર્ટના એક સોર્સે જણાવ્યું હતું કે બાઇડનની શપથ પૂર્વે બોઇંગ 757 વિમાનનું યુએસ લશ્કરી સંસ્કરણ બુક કરાયું હતું. આ વિમાનનો ઉપયોગ યુનાઇટેડ સ્ટેટ્સના વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવે છે પરંતુ ઘણી વખત અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ આ વિમાનનો ઉપયોગ કરતી રહે છે. સ્કોટલેન્ડમાં ટ્રમ્પનો એક ગોલ્ફ રિસોર્ટ પણ છે.

Read Next Story