એપશહેર

હાઈવે પર ટ્રકમાંથી પડી ગયા હજારો ડોલર્સ, ગાડીઓ ઊભી રાખી લોકોએ મચાવી લૂંટફાટ

કેલિફોર્નિયામાં હાઈવે પર જઈ રહેલા ટ્રકના દરવાજા ખૂલી જતાં તેમાંથી ડોલર ભરેલી બેગ્સ પડી ગઈ હતી

I am Gujarat 20 Nov 2021, 6:04 pm
ડોલર્સ લઈ જઈ રહેલા એક ટ્રકના દરવાજા અચાનક જ ખૂલી ગયા હતા જેના કારણે તેમાં રહેલી હજારો ડોલર્સથી ભરેલી બેગ્સ પડી ગઈ હતી અને તેમાં રહેલા હજારો ડોલર્સ પડી ગયા હતા અને હાઈવે પર ઉડી રહ્યા હતા.
I am Gujarat dollars


ટિકટોક પર પોસ્ટ કરવામાં આવેલા વિડીયોમાં કેલિફોર્નિયાના કાર્લ્સબેડના રોડ પર જોવા મળે છે. બાજુમાંથી પસાર થઈ રહેલી ગાડીઓ ત્યાં ઊભી રહે છે અને ડોલર્સ લેવા માટે લોકો પડાપડી કરતા જોવા મળે છે.

આ ટ્રક ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનનો હતો અને જ્યારે ટ્રકના ડ્રાઈવરને તેની જાણ થાય છે ત્યારે ડોલર્સ એકઠા કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેના પ્રયાસો વામણા સાબિત થયા હતા. ફૂટેજમાં જોવા મળે છે કે ડોલર્સ લેવા માટે ગાડીઓ ઊભી રહે છે અને તેને રોડ પરથી લેવા માટે પડાપડી કરે છે.

કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલે જણાવ્યું હતું કે પોલીસે ડોલર્સ લઈ જનારા એક પુરૂષ અને એક મહિલાની ધરપકડ કરી છે. વિડીયોમાં એક મહિલાએ જણાવ્યું હતું કે, આ એક એવી ઘટના છે જે મેં પહેલી વાર જોઈ છે.

અન્ય એક વ્યક્તિ ટ્રેવિસ ફિશરે જણાવ્યું હતું કે જ્યારે તેણે ટ્રાફિક જામ જોયો ત્યારે તેને લાગ્યું હતું કે કદાચ અકસ્માત થયો છે. મારી આગળ ઘણી ગાડીઓ ઊભી હતી. મેં જોયું તો ત્યાં ડોલર્સ ઊડી રહ્યા હતા. ત્યાં રોડ પર હજારો ડોલર્સ પડ્યા હતા.

ટ્રકમાં કેટલા રૂપિયા હતા અને ટ્રકના દરવાજા કેવી રીતે ખૂલી ગયા હતા તે જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું હતું કે જે લોકો રસ્તા પરથી રૂપિયા લઈ ગયા છે તેઓ તેને તાત્કાલિક પરત કરી દે. સીએચપી સાર્જન્ટ માર્ટિને જણાવ્યું હતું કે, જો તમને ફ્રીવે પરથી રૂપિયા મળ્યા છે તો તે રૂપિયા તમારા નથી. તે રૂપિયા ફેડરલ ડિપોઝિટ ઈનસ્યોરન્સ કોર્પોરેશનના છે અને તે ટ્રક અને બેંકના છે. તેને તાત્કાલિક પરત કરી દો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો