એપશહેર

Video: ગજબ..!! અહીં હાથી પણ સ્વસ્થ રહેવા માટે કરે છે 'યોગ'

મહિલા લાકડીની મદદથી હાથીને ઈન્સ્ટ્રક્શન આપી રહી છે, જેની વાત માનતા હાથી ક્યારેક પોતાનો આગળનો પગ હવામાં અદ્ધર કરે છે તો ક્યારેક પાછળનો પગ ઉઠાવે છે.

I am Gujarat 24 Jul 2020, 6:03 pm
શું 'એલિફન્ટ યોગ' વિશે તમે ક્યારેય સાંભળ્યું છે? હકીકતમાં, 'કોલંબસ ઝૂ અને એક્વેરિયમ'એ કેટલાક સમય પહેલા ફેસબુક પર એક વિડીયો શૅર કર્યો હતો. જે પછીથી 'એલિફન્ટ યોગ' ચર્ચાનો વિષય બની ગયો હતો. વિડીયોમાં એક વિશાળ હાથી 'યોગ' કરતો જોવા મળે છે. જીહાં, એક મહિલા લાકડીની મદદથી હાથીને ઈન્સ્ટ્રક્શન આપી રહી છે, જેની વાત માનતા હાથી ક્યારેક પોતાનો આગળનો પગ હવામાં અદ્ધર કરે છે તો ક્યારેક પાછળનો પગ ઉઠાવે છે. જે પણ આ દ્રશ્ય જુએ છે તે આશ્ચર્યમાં ડૂબી જાય છે. કારણકે ઓછા લોકોએ આ રીતે હાથીને 'કસરત' કરતા જોયો હશે.
I am Gujarat elephant yoga video shows jumbo giants exercising
Video: ગજબ..!! અહીં હાથી પણ સ્વસ્થ રહેવા માટે કરે છે 'યોગ'


શું તમે જોયું છે ક્યારેય આવું દ્રશ્ય?

શું છે વિડીયોમાં?

આ વિડીયો શરુ થાય છે એક મહિલા કર્મચારી સાથે જે હાથમાં નાની લાકડીની મદદથી હાથીને યોગ કરાવવાની કોશિશ કરી રહી છે. હાથી તેની વાતોને માને છે અને એક પછી એક પોતાના પગને હવામાં અદ્ધર રાખીને કસરત કરે છે. આ વિડીયો લોકોને ખૂબ જ ગમી રહ્યો છે અને આ વિડીયો પર લોકો લાઈક્સ વરસાવી રહ્યાં છે. તેમજ કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. આ સાથે જ લોકો પ્રાણીસંગ્રહાલય તરફથી પ્રાણીઓ માટે આ પ્રકારની સુવિધાના ખૂબ જ વખાણ પણ કરી રહ્યાં છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો