એપશહેર

પેરાશૂટ વિના 25 હજાર ફૂટ ઉંચેથી લગાવી છલાંગ

I am Gujarat 31 Jul 2016, 3:47 pm
લોસ એન્જેલસ: શું તમે વિચાર્યું છે કે પેરાશૂટ અને સુરક્ષા સાધનો વિના કોઈ હજારો ફૂટની ઉંચાઈથી નીચે કૂદે તો દ્રશ્ય કેવું હશે? લ્યૂક એકિન્સે શનિવારે અમેરિકામાં આ કારનામું કરી બતાવ્યું છે. તેમણે 25 હજાર ફૂટની ઉંચાઈ પર એક પ્લેનમાંથી પેરશૂટ વિના નીચે કૂદીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. લ્યૂક એક પ્રોફેશનલ સ્કાયડાઈવર છે. તેની ઉંમર 42 વર્ષ છે અને તે 12 વર્ષની ઉંમરથી જ સ્કાયડાઈવિંગ કરી રહ્યા છે. અત્યાર સુધી તેઓ 18 હજાર વખત સ્કાયડાઈવિંગ કરી ચૂક્યા છે.
I am Gujarat first ever skydiver jumps from 25000 foot without parachute and safety gears
પેરાશૂટ વિના 25 હજાર ફૂટ ઉંચેથી લગાવી છલાંગ


લ્યૂકનું આ કારનામું એક અલગ જ પ્રકારનું ઉદાહરણ છે. તેમણે લોસ એન્જલસથી 30 માઈલ દૂર સિમી વેલીમાં આ ઐતિહાસિક સ્કાયડાઈવિંગ કરી. જ્યારે લ્યૂક નીચે કૂદ્યા, ત્યારે તે નીચે લાગેલી 100 ફૂટ લાંબી-પહોળી જાળીમાં સુરક્ષિત પડ્યા. લ્યૂકે આ રેકોર્ડ બનાવ્યો ત્યારે તેને જોવા તેમની પત્ની મોનિકા અને 4 વર્ષનો દીકરો પણ ત્યાં ઉપસ્થિત હતો.

સુરક્ષિત નીચે ઉતર્યા પછી AP સાથે વાત કરતા લ્યૂકે કહ્યું કે, ‘હું ઉડી રહ્યો છું. આ અનુભવ અદભૂત છે. આ બસ થઈ ગયું. હું તેના વિશે શું કહું, મને સમજાતું જ નથી.’


લ્યૂક આ પહેલા આયરન મેન ફિલ્મમાં પણ સ્ટંટ કરી ચૂક્યા છે. લ્યૂકના આ કારનામાનો વીડિયો રેકોર્ડિંગ કરવા માટે 3 અન્ય સ્કાયડાઈવર પણ તેમની સાથે પ્લેનમાંથી નીચે કૂદ્યા હતા. તેમાંથી એકના હાથમાં કેમેરો હતો, જ્યારે બાકી 2 ધૂમાડો છોડીને નીચે ઉભેલા લોકોને સાવધાની રાખવા સતર્ક કરી રહ્યા હતા. એ ત્રણે ડાઈવર્સે પોતાના પેરાશૂટનો ઉપયોગ કર્યો. લ્યૂકના પિતા અને દાદા પણ સ્કાયડાઈવિંગ કરતા હતા. તેમની પત્ની પણ સ્કાયડાઈવર છે. https://youtube.com/watch?v=g8j0YFzmqWc+

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો