એપશહેર

ચીનના વિદેશ મંત્રી સાથે જયશંકરની અઢી કલાક સુધી વાતચીત, શું લદાખમાં તણાવ ઘટશે?

લદાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે તેવામાં બંને દેશના વિદેશમંત્રીએ મોસ્કોમાં કરી મુલાકાત

I am Gujarat 10 Sep 2020, 11:50 pm
મોસ્કોઃ પૂર્વ લદાખની સરહદ પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બંને દેશોના વિદેશ મંત્રીઓએ ગુરૂવારે મુલાકાત કરી હતી. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પોતાના ચીનના સમકક્ષ વાંગ યીને મળ્યા હતા. બંને નેતાએ રશિયામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લીધો હતો. હાલમાં બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે અને ચીને પોતાની સેના તૈનાત કરી દીધી છે.
I am Gujarat jaishankar


આ બેઠક દરમિયાન બંને મંત્રીએ ચાલી રહેલા તણાવ અંગે ચર્ચા કરી હતી. બેઠક પહેલા જ્યારે આ સવાલ કરવામાં આવ્યો હતો કે શું જયશંકર પૂર્વ લદાખની પરિસ્થિતિ અંગે વાંગ યી સાથે ચર્ચા કરશે તો મંત્રાલયે કહ્યું હતું કે, આ મુદ્દા પર ચર્ચા થશે. આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ચીના રક્ષા મંત્રી વેઈ ફેંગે સાથે મુલાકાત કરી હતી પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. વેઈએ બેઠક બાદ ભારત અને સરહદ પર ચાલી રહેલા તણાવનો દોષ ભારતને આપ્યો હતો.

ચીની મીડિયાએ કહ્યું આ છે અંતિમ તક
ચીનના પ્રોપેગેન્ડા અખબાર ગ્લોબલ ટાઈમ્સે આ મુલાકાતને વિવાદ ઉકેલવા માટે અંતિમ તક ગણાવી છે. અખબારે એક્સપર્ટના હવાલેથી લખ્યું છે કે આ બેઠક સરહદ પર તણાવ સમાપ્ત કરવા માટે મહત્વની છે અને રશિયાની મધ્યસ્થતાથી શક્ય છે કે સમજૂતી થઈ જાય. જોકે, આગળ કહેવામાં આવ્યું છે કે જો આ બેઠકનું કોઈ પરિણામ નહીં આવે અથવા તો બંને દેશો કોઈ સમજૂતી કરતા નથી તો આ એક ખતરનાક સંકેત હશે કે ભારત અને ચીન શાંતિથી વિવાદનો ઉકેલ લાવી શકતા નથી.

ભારતીય સેનાએ ફિંગર-4થી ઉપર કર્યો કબ્જો
ખાસ વાત એ છે કે જ્યારે બંને દેશોના મંત્રી મુલાકાત કરી રહ્યા છે ત્યારે ભારતીય સેનાએ એવી પોઝિશન પર કબ્જો કરી લીધો છે જે ફિંગર-4થી પણ ઊંચી છે. સોમવારે સાંજે ચીની સૈનિક આની એકદમ નજીક આવી ગયા હતા અને તેમણે તારબંધી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ભાતીય સૈનિકોએ તેમને કડક ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો તેઓ પીછેહટ નહીં કરે તો ગંભીર પરિણામ આવશે. ચીની સૈનિકોએ હવામાં ફાયરિંગ કર્યું હતું અને ભારતીય સૈનિકો પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય સૈનિકોની કડક ચેતવણી બાદ તેઓ પાછળ હટવા માટે મજબૂર બન્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો