એપશહેર

આ વિદેશ મંત્રીએ પોતાની નોકરાણી સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો, લોકોએ વધાવ્યો

I am Gujarat 27 Dec 2016, 10:00 pm
બહેરીન: એક તરફ જ્યાં લોકો લાઈમલાઈટમા રહેવા માટે તલપાપડ રહેતા હોય છે ત્યાં બીજી તરફ એવા પણ લોકો છે જે ફેમસ હોવા છતાં પોતાના જીવનમાં અગત્યનું સ્થાન ધરાવતા લોકોનું ધ્યાન રાખવાનું ચૂકતા નથી. આ જ પ્રકારની વ્યક્તિઓમાની એક છે બહેરીનના વિદેશમંત્રી ખાલિદ. બહેરીનના આ નેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર થોડા જ સમય પહેલા મન જીતી લે તેવા મેસેજ સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો.
I am Gujarat foreign minister of bahrains instagram post with indian lady worker goes viral
આ વિદેશ મંત્રીએ પોતાની નોકરાણી સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો, લોકોએ વધાવ્યો


થોડા દિવસો પહેલા જ ખાલિદ ભારતના પ્રવાસે હતા. આ સમયે તેઓ પોતાની નોકરાણીના કેરળ સ્થિત ઘરે આવ્યા હતા. આ દરમ્યાન તેમણે જે ફોટો પોસ્ટ કર્યો હતો તેની સાથે એક સુંદર સંદેશ પણ આપ્યો હતો. તેમણે પોતાની નોકરાણી લાયલા માટે લખ્યું હતું કે, ‘આજે હું લાયલાના ઘરે આવ્યો. લાયલાએ બહેરીનમા અમારી સાથે રહી પોતાના જીવનના 21 વર્ષ, પૂરી ઈમાનદારી, પ્રેમ અને નિષ્ઠાથી સેવાઓ આપી છે. આજે હું તેના કેરળ સ્થિત ઘરે છું.’

  Today we visited Layla . Who shared her life with us in Bahrain for 21 years with love , honesty and loyalty .. In her house in Kollam Kerala, India A photo posted by Khalid Alkhalifa (@khalid_bin_ahmad) on Dec 24, 2016 at 12:44am PST
તેમની આ પોસ્ટે હજારો લોકોનું દિલ જીતી લીધું છે અને જોતજોતામા તે વાયરલ પણ થઈ ગઈ છે. સોશ્યલ પ્લેટફોર્મ પર તેમના આ વ્યવહારના ખૂબ વખાણ પણ થઈ રહ્યા છે. અને શા માટે ન થાય, આખી દુનિયાના નેતાઓમા એકાદ જ એવા નેતા હોય છે જે જાહેરમા પોતાના સેવકોનો પરિચય આ રીતે કરાવે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો