એપશહેર

ઈરાકમાં અમેરિકાના એરબેઝ પર 4 રોકેટથી હુમલો

Gaurang Joshi | I am Gujarat 12 Jan 2020, 11:46 pm

આ મિસાઈલ હુમલામાં ચાર ઈરાકી એરમેન થયા ઈજાગ્રસ્ત

બગદાદઃ ઈરાકના ઉત્તરી બગદાદમાં રહેલા એરબેઝ પર રવિવારે રાતે ચાર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. આ એરબેઝ અમેરિકન સૈનિકોનું ઠેકાણું છે. સુરક્ષા સૂત્રોના જણાવ્યાનુસાર, આ હુમલામાં ચાર ઈરાકી એરમેન ઈજાગ્રસ્ત થયા છે. વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વધેલા તણાવને જોતા બગદાદના અલ-બલાડ એરબેઝમાં મોટી સંખ્યામાં અમેરિકન વાયુ સૈનિક જઈ ચૂક્યા છે. આજના હુમલાને ઈરાન સાથે જોડીને પણ જોવાઈ રહ્યો છે કારણકે ચાર દિવસ પહેલા 8 જાન્યુઆરીના રોજ ઈરાને અમેરિકન એરબેઝ પર મિસાઈલ છોડી હતી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોઈરાને કમાન્ડર કાસિમ સુલેમાનીના અમેરિકન હુમલામાં થયેલા મોત પછી બદલો લેતા મિસાઈલ એટેક કર્યો હતો. જેમાં તેણે અનેક અમેરિકન સૈનિકોના મોત થયા હોવાનો દાવો કર્યો હતો જોકે, વોશિંગ્ટને આ દાવો ફગાવ્યો હતો. જોકે, ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડે એ સ્વીકાર્યું હતું કે 8 જાન્યુઆરીના રોજ કરવામાં આવેલો હુમલો અમેરિકન સૈનિકોને ટાર્ગેટ કરવા માટે નહોતો. જોકે, તેમનો હેતુ માત્ર અમેરિકન સૈન્ય સંસ્થાનને નિશાનો બનાવવાનો હતો.
આ મિસાઈલ હુમલા વચ્ચે યુક્રેનનું એક વિમાન ક્રેશ થઈ ગયું હતું. જેમાં 176 મુસાફરોના મોત થયા હતાં. શરુઆતમાં ઈરાન એ વાતથી ઈન્કાર કરતું રહ્યું કે તેના મિસાઈલથી આ વિમાન દુર્ઘટના થઈ છે. જોકે, પછી તેણે કબૂલ કર્યું કે દુર્ભાગ્યવશ આ દુર્ઘટના તેની મિસાઈલથી જ ઘટી હતી.ખોમેની વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લોકોઈરાને જેવો એ વાતનો સ્વીકાર કર્યો કે યુક્રેનનું વિમાન તેની મિસાઈલથી તૂટ્યું છે કે તેહરાનના રસ્તા પર લોકો સુપ્રીમ લીડર આયાતોલ્લા ખોમેની વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને એવી માગણી પણ કરી હતી કે તેનું પદ પરત લેવામાં આવે. આ વિમાન દુર્ઘટનામાં મોટાભાગના મૃતકો ઈરાન અને કેનેડાના હતાં. કેનાડા અને યુક્રેને આ દુર્ઘટના માટે જવાબદારને સજા આપવાની અને વળતરની પણ માગણી કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એ ચેતવણી આપી હતી કે તે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને બીજો ‘નરસંહાર’ નહીં થવા દે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો