એપશહેર

ફ્રાંસ: પેરિસ પોલીસ હેડક્વાર્ટરમાં ચાકૂથી હુમલો, ચારના મોત

વિપુલ પટેલ | Agencies 3 Oct 2019, 8:07 pm
પેરિસ: ફ્રાંસની રાજધાની પેરિસમાં સ્થિત પોલીસ હેડક્વાર્ટર પર થયેલા હુમલામાં 4 લોકોના મોત થઈ ગયા છે. આ દરમિયાન ઘણા અધિકારીઓ ઘાયલ થયાના પણ અહેવાલ છે. જાણકારી મુજબ, અજાણ્યા હુમલાખોરે પોલીસ હેડક્વાર્ટરની અંદર ઘૂસીને અધિકારીઓ પર ચાકૂથી અચાનક હુમલો કરી દીધો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial ફ્રાંસના પોલીસ સંઘના અધિકારીએ જણાવ્યું કે, હુમલાખોરને ઠાર કરી દેવાયો છે. જોકે, એક અન્ય રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, હુમલાખોર ઘાયલોમાંથી એક હતો અને ગંભીર રીતે ઘાયલ છે, જેને હોસ્પિટલમાં ભરતી કરાયો છે. મેટ્રો સ્ટેશન સુરક્ષાના કારણોસર બંધ તો, પેરિસના પરિવહન વિભાગે જણાવ્યું કે, પોલીસ હેડક્વાર્ટરની નજીક મેટ્રો સ્ટેશનને સુરક્ષા કારણોને પગલે બંધ કરી દેવાયું છે. મીડિયા રિપોર્ટસ મુજબ, પેરિસ હેડ ક્વાર્ટરની આસપાસની જગ્યાએ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. હુમલા પાછળની કારણ હજુ જાણી શકાયું નથી જાણકારી મુજબ, આ ઘટના સ્થાનિક સમય મુજબ લગભગ બપોરે 1 કલાકની આસપાસ બની. હુમલાખોરે પોલીસ હેડક્વાર્ટરમાં જબરજસ્તીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો. હુમલા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. પેરિસ પોલીસના એક પ્રવક્તાએ કહ્યું કે, હુમલો ફ્રાંસની રાજધાનીના નોટ્રે-ડેમ કેથેડ્રલની પાસે થયો છે. તેમણે હાલ આ ઘટના પર કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો. ફ્રાંસમાં વધી હુમલાની ઘટનાઓ હુમલા બાદ ફ્રાંસમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, ફ્રાંસમાં હથિયારોથી હુમલાની ઘટનાઓ વધી છે. વર્ષ 2015માં ચાકૂ અને બંદૂકથી હુમલામાં 250થી વધુ લોકોના મોત થઈ ગયા છે. જાન્યુઆરી 2015માં એક શખશે પેરિસમાં શાર્લી હેબ્દોની ઓફિસમાં ગોળીઓ ચલાવી હતી. તેમાં 12 લોકોના મોત થઈ ગયા હતા. તે પછી 15 નવેમ્બરે આતંકવાદી હુમલો થયો. ફ્રાંસ-જર્મનીની ફુટબોલ મેચ દરમિયાન આઈએસઆઈએસએ બોંબ વિસ્ફોટ કરી દીધો. તેમાં 130 લોકોના મોત થઈ ગયા હતા.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો