એપશહેર

G7 બેઠકમાં આજે ટ્રમ્પ સાથે પીએમ મોદીની મુલાકાત, કાશ્મીર પર થશે વાત?

Tejas Jinger | I am Gujarat 26 Aug 2019, 10:48 am
દીપાંજન રૉય ચૌધરી, બિઆરિત્ઝઃ જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 દૂર થયા બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયા જેવી સ્થિતિ બની છે, પાકિસ્તાન દ્વારા આ કલમ દૂર કરવાનો વિરોધ નોંધાવવામાં આવ્યો જોકે, પાકિસ્તાનથી કશું વળ્યું નહીં. હવે G-7 બેઠકમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ અંગે સીધી વાત કરી શકે છે. જણાવી દઈએ કે ટ્રમ્પ ઘણી વખત કાશ્મીર પર મધ્યસ્થી અંગે વાત કરી ચૂક્યા છે. જોકે, ભારતે તેમની રજૂઆતોને ફગાવી દીધી છે અને આ મામલાને દ્વીપક્ષીય ગણાવ્યો છે. મોદી આ અંગે આજે ટ્રમ્પ સાથે સીધી વાત કરી શકે છે, તો બીજી તરફ ટ્રમ્પ ચીન સાથેના ટ્રેડ સંબંધોની માહિતી મોદીને આપી શકે છે.ચર્ચા થઈ તો મોદી સ્પષ્ટ કરશે J&K મુદ્દોઈકોનોમિક ટાઈમ્સ મુજબ કાશ્મીર પર ચર્ચા થવા પર મોદી એ સ્પષ્ટ કરશે કે જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારોનું કોઈ ઉલ્લંઘન નથી થયું. બેઠકમાં ટ્રમ્પ પોતાના દેશના વેપારને લઈને ચીન સાથે વિવાદની માહિતી મોદીને આપી શકે છે. ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોરના કારણે દુનિયાભરમાં મંદીની આશંકા ઘેરાયેલી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: બિઝનેસ આતંક પર પણ થઈ શકે છે ચર્ચાઅમેરિકા સરકારના સૂત્રોએ જણાવ્યું, “રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને ભારતના વડાપ્રધાન મોદી સાથેની બેઠકથી ઘણી આશાઓ છે. બેઠકમાં રણનીતિક ભાગીદારી, આતંકવાદનો મુકાબલો અને વેપારને લઈને વાતચીત થશે. અમેરિકા ઈચ્છે છે કે ભારત ટેરિફ ઘટાડવા સાથે પોતાના માર્કેટને ખોલે.”અમેરિકન સરકારના એક સૂત્રએ કહ્યું, “અમે બેઠકમાં ભારત-પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવવાની આશા રાખીએ છીએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ જાણવા માગી શકે છે કે વડાપ્રધાન મોદી જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારના સમ્માનને યથાવત રાખવા માટે શું યોજના બનાવી રહ્યા છે. કાશ્મીરમાં આર્ટિકલ 370 રદ કરવો એક આંતરિક નિર્ણય છે, પણ અહીં નિશ્ચિત રીતે તેના પરિણામ હશે.”

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો