એપશહેર

પેરેન્ટ્સનું સેવિંગ ખર્ચ કરનારી દીકરીને થઈ જેલ

Yogesh Gajjar | I am Gujarat 19 Nov 2017, 6:21 pm
I am Gujarat girl jailed for spending the savings of parents in london
પેરેન્ટ્સનું સેવિંગ ખર્ચ કરનારી દીકરીને થઈ જેલ


પેરેન્ટ્સની કમાણી પર દીકરીએ બગાડી નજર

માતા-પિતા પોતાની કમાણીમાંથી વધારે ભાગ બાળકોના પાલન-પોષણમાં ખર્ચ કરી દે છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે એક મહિલાને માત્ર એટલા માટે જેલમાં જવું પડ્યું કારણ કે તેણે પોતાના માતા-પિતાના સેવિંગ્સના પૈસા ખર્ચી નાખ્યા. આ ઘટના ઈંગ્લેન્ડના એસેક્સની છે, જ્યાં મેલિસા નામની મહિલાએ પોતાના માતા-પિતાની સમગ્ર સેવિંગ્સ ખર્ચ કરી નાખી અને અપરાધના કારણે હવે તેને 3 વર્ષની જેલની સજા થશે.

કર્જના પૈસા ખર્ચી નાખ્યા

મેલિસાની માં એલિઝાબેથ અને પિતા ટેરેન્સ 4 વર્ષ માટે બહાર ગયા હતા. તેમણે પોતાનું ઘર વેચી દીધું હતું, અને દેવું ચુકવવા માટે પૈસા બચાવીને રાખ્યા હતા. આ પછી તેઓ પોતાના ડ્રીમ રિટાયરમેન્ટ સાથે યૂરોપ ટ્રીપ માટે રવાના થઈ ગયા હતા. જ્યારે તેઓ પાછા આવ્યા તો તેમણે જોયું કે તેમની બધી જ સેવિંગ્સ ખતમ થઈ ગઈ છે. અને તેમના 5 ક્રેડિટ કાર્ડ સમગ્ર રીતે ખાલી થઈ ગયા છે. તેમની પાસે 55 હજાર પાઉન્ડ્સ્ હતા અને તેમણે પોતાના એકાઉન્ટની સમગ્ર જાણકારી 33 વર્ષની દિકરી મેલિસાને આપી હતી. જ્યારે આ મામલો 2010માં કોર્ટમાં પહોંચ્યો તો માલુમ પડ્યું કે મેલિસાએ પોતાના માં-બાપના પૈસાનો ઉપયોગ પોતાના અને પતિના બિલ ચુકાવવા માટે કર્યો હતો.

હવે થશે 3 વર્ષની જેલ

આ ઘટનાથી આઘાત પામેલા મેલિસાના પિતાએ કહ્યું કે, તે પોતાની દિકરીને ખુબ પ્રેમ કરે છે કારણ કે તે તેમની પહેલી દિકરી છે. તેમને નહોતી ખબર કે તેમની દિકરીએ આવું શા માટે કર્યું પરંતુ તેને સમગ્ર પરિવારને શર્મસાર કર્યો છે. હવે તેમણે મેલિસા સાથે બધા સંબંધો તોડી નાખ્યા છે. મેલિસાની વકિલ કહે છે કે મેલિસાએ આ પૈસા એવી જિંદગી જીવવા માટે વાપર્યા જેવી તે અફોર્ડ નહોતી કરી શકતી. તેણે આ પૈસાથી પોતાના ઘરને રિનોવેટ પણ કરાવ્યું. આ ઘટનાના કારણે તે પોતાના મિત્રો, પરિવાર અને પતિનો સાથ ખોઈ ચૂકી છે. હવે તે સંપૂર્ણ રીતે એકલી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો